મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં સાળીની છેડતી કરનારા શખ્સને સમજાવવા ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો: બેઠક-હાથમાં છરીના ઘા માર્યા


SHARE







મોરબીમાં સાળીની છેડતી કરનારા શખ્સને સમજાવવા ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો: બેઠક-હાથમાં છરીના ઘા માર્યા

મોરબીના માધાપર શેરી નં-3 માં રહેતા યુવાનની સાળીની છેડતી કરવામાં આવી હતી જેથી યુવાન સમજાવવા માટે ગયો હતો ત્યારે ચાર શખ્સો દ્વારા તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્રણ શખ્સોએ યુવાનને પકડી રાખતા એક શખ્સે છરી વડે હુમલો કરીને યુવાનને બેઠકના ભાગે તથા હાથમાં છરીના ઘા માર્યા હતા તેમજ બચાવવા માટે વચ્ચે પડેલ તેની માતાને પણ પગમાં ધોકાનો ઘા મારીને ઇજા કરી હતી જેથી બંને ઇજાગ્રસ્તોને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં માધાપરમાં આવેલ અંબિકા રોડ શેરી નં-2 માં રહેતા અજયભાઈ હર્ષદભાઈ વરાણીયા (25)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અવિનાશ મનાભાઇ કાઠીયા, કપિલ કોળી, લાલી રમેશભાઈ પરેશા અને યસ ભગાભાઈ સથવારાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી યુવાનની સાળીની અવિનાશ વરાણીયાએ છેડતી કરેલ હોય તે બાબતે ફરિયાદી તેને સમજાવવા માટે ગયો હતો ત્યારે કપિલ કોળીએ છરી કાઢી હતી અને ત્યારે અવિનાશ, લાલી અને યસ દ્વારા ફરિયાદીને પકડી રાખવામાં આવતા કપિલે તેની પાસે રહેલ છરી ફરિયાદી યુવાનને બેઠકના ભાગે તથા જમણા હાથમાં મારી હતી અને ઇજા કરી હતી ત્યારે યુવાને બચાવવા માટે તેને તેની માતા કુંદનબેન વચ્ચે પડતા આરોપી અવિનાશએ તેને ડાબા પગના ભાગે ધોકા વડે માર મારીને ઇજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત માતા અને પુત્રને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News