મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાધરવા ગામની સીમમાંથી 150 લિટર દેશીદારૂ-3600 લિટર આથો ઝડપાયો, બે આરોપીઓની શોધખોળ


SHARE







માળીયા (મી)ના વાધરવા ગામની સીમમાંથી 150 લિટર દેશીદારૂ-3600 લિટર આથો ઝડપાયો, બે આરોપીઓની શોધખોળ

માળીયા મીયાણા તાલુકા પોલીસે નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે વાધરવા ગામની સીમમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 150 લિટર દેશીદારૂ અને 3600 લિટર દેશીદારૂ બનાવવાનો આથો મળી આવ્યો હતો જેથી પોલીસે મુદામાલ કબજે કરેલ છે જો કે, આરોપી હાજર મળી આવેલ નથી જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી અને ડીવાયએસપી પી.એ.ઝાલાની સૂચના મુજબ માળીયા તાલુકા પીઆઇ આર.સી. ગોહિલ અને તેની ટિમ કામ કરી રહી છે ત્યારે પોલીસ સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલીંગમા હતા ત્યારે બીપીનભાઇ પરમાર તથા રાયમલભાઇ નાનજીભાઇને હકીકત મળી હતી કે, માળીયા મીંયાણાના વારવા ગામની સીમમાં આરોપી આરીફભાઇ અબ્દુલભાઇ સામતાણી તથા નવઘણભાઇ જુગાભાઇ દેગામા રહે. બન્ને ચીખલી વાળાની દેશીદારૂની ભઠ્ઠી ચલાવે છે જેથી કરીને ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 150 લિટર દેશીદારૂ અને દેશી દારૂ બનાવવાનો આથો 3600 લીટર મળી આવેલ હતો જેથી કરીને કુલ મળીને 1.20 લાખનો મુદામાલ કબજે કરેલ છે જો કે, રેડ કરી હતી ત્યારે આરોપી આરીફભાઇ અબ્દુલભાઇ સામતાણી અને નવઘણભાઇ જુગાભાઇ દેગામા સ્થળ ઉપર હાજર ન હતા જેથી તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News