મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાએ ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE











મોરબીમાં પરિણીતાએ ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશનની સામેના ભાગમાં આવેલ બૌદ્ધનગર શેરી નં-5 માં રહેતી પરણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ આપઘાતના બનાવની મૃતક મહિલાના પતિ દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રેલવે સ્ટેશનની સામેના ભાગમાં આવેલ બૌદ્ધનગર શેરી નં-5 માં રહેતા હેતલબેન ઉર્ફે હીનાબેન અશોકભાઈ સોલંકી (25) એ પોતે પોતાના ઘરની અંદર કોઈ અગમ્ય કારણોસર પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેને હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક મહિલાના પતિ અશોકભાઈ દલસુખભાઇ સોલંકી (29) રહે. નજરબાગ રેલ્વે સ્ટેશન સામે બૌદ્ધનગર શેરી નં-5 મોરબી વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલાએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે.

એક બોટલ દારૂ

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી મહેન્દ્રનગર જવાના રસ્તા ઉપરથી પસાર થતા એકટીવા નંબર જીજે 36 એજી 6883 રોકવામાં આવ્યું હતું અને એક્ટિવા ઉપર જઇ રહેલા શખ્સને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 670 ની કિંમત દારૂની બોટલ કબજે કરી હતી અને એકટીવ સહિત કુલ મળીને 50,670 ની કિંમત કબજે કરીને આરોપી રમુભા રમેશભાઈ બદા (27) રહે. સોઓરડી વરિયાનગર સંદીપભાઈના મકાનમાં મોરબી મૂળ રહે. રાજકોટ વાળાની ધરપકડ કરીને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News