મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપરમાં ઘરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 13,200 ના મુદ્દામાલ સાથે એક પકડાયો, એકની શોધખોળ


SHARE







મોરબીના ત્રાજપરમાં ઘરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 13,200 ના મુદ્દામાલ સાથે એક પકડાયો, એકની શોધખોળ

મોરબીના ત્રાજપરમાં ભરવાડ સમાજની વાડી પાસે રહેતા શખ્સના રહેણાંક મકાનમાં દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની એલસીબી ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રે કરેલ હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો, તૈયાર દેશી દારૂ સહિત કુલ મળીને 13,200 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરેલ છે અને જેનું મકાન છે તેનું પણ નામ સામે આવ્યું છે જેથી કરીને પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્રાજપર એસ્સારના પંપની પાછળના ભાગમાં ભરવાડ સમાજની વાડી પાસે રહેતા રમેશભાઈ ટીડાણીના મકાનમાં દારૂની ભઠ્ઠી ચાલુ હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 140 લિટર આથો, ૩૦ લીટર તૈયાર દેશી દારૂ તથા બાટલો, ગેસનો ચૂલો અને અન્ય મુદ્દામાલ મળીને 13,200 નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. અને આરોપી ભાવીનભાઇ દેવરાજભાઇ વૈશ્નાણી (41) રહે ત્રાજપર પાસે પાવન પાર્ક-3 વિમલભાઈના મકાનમાં ભાડેથી મૂળ રહે. વડાળી તાલુકો ઉપલેટા વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન રમેશભાઈ ઉર્ફે ધારો ગોપાલભાઈ ટીડાણી રહે. ત્રાજપર એસ્સાર પંપની પાછળ ભરવાડ સમાજની વાડી પાસે મોરબી વાળાના કહેવાથી તેના મકાનમાં દારૂની ભઠ્ઠી ચલાવવામાં આવતી હતી તેવું સામે આવ્યું છે જેથી પોલીસે હાલમાં બંને શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને રમેશભાઈ ટીડાણીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

50 લિટર દેશી દારૂ

મોરબીમાં માળિયા ફાટક પાસેથી ઇન્દિરાનગર તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતા એકટીવા નંબર જીજે 36 એએ 6223 ને રોકીને પોલીસે ચેક કરતા પ્લાસ્ટિકના બાચકામાંથી 50 લીટર દેશી દારૂ જથ્થો મળી આવ્યો હતો જેથી દસ હજાર રૂપિયાની કિંમતનો દારૂ તથા 20,000 રૂપિયાની કિંમતનું વાહન અને અન્ય મુદામાલ મળીને 30,200 નો મુદામાલ કબજે કરેલ છે અને આરોપી હુશેનભાઈ નુરમામદભાઈ લધાણી (21)રહે, સોઓરડી માળીયા વનાળિયા સોનલબેન ઉર્ફે સોનકીના મકાનમાં મોરબી મૂળ રહે. સૂરજબારી ગામ તાલુકો ભચાવાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News