મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં અલગ રહેવા માટે જવાની દિકરાએ ના પડતાં માતાએ અનંતની વાટ પકડી


SHARE







મોરબીમાં અલગ રહેવા માટે જવાની દિકરાએ ના પડતાં માતાએ અનંતની વાટ પકડી

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ શેર નં-3 માં અવધ એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધાને તેના દીકરાથી અલગ રહેવા માટે જવું હતું અને દીકરાએ અલગ રહેવા જવા માટેની ના પાડી હતી જેથી વૃદ્ધાને મનોમન લાગી આવ્યું હતું અને તેણે ઘરના બાથરૂમની અંદર ઘઉંમાં નાખવાના ટીકળા ખાઈ લીધા હતા જેથી વૃદ્ધાને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તે વૃદ્ધાનું મોત નીપજયું હતું જે બનાવની મૃતકના પતિએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ માળિયા (મી) તાલુકાના મોટા દહીસરા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર ચિત્રકૂટ સોસાયટી શેરી નં-3 માં આવેલ અવધ એપાર્ટમેન્ટ બ્લોક નં- 101 માં રહેતા વનિતાબેન બાબુભાઈ કાંજીયા (59)એ ઘરના બાથરૂમની અંદર ઘઉંમાં નાખવાના ટીકળા ખાઈ લીધા હતા જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે વૃદ્ધાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતકના પતિ બાબુભાઈ શામજીભાઈ કાંજીયા (60) રહે. ચિત્રકૂટ સોસાયટી શેરી નં-3 અવધ એપાર્ટમેન્ટ બ્લોક નં-101 સનાળા રોડ મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક વૃદ્ધાપોતાના દીકરાથી અલગ રહેવા જવાની જીદ કરી હતી અને તેના દીકરાએ તેને અલગ રહેવા જવાની ના પાડી હતી જેથી વૃદ્ધાને મનોમન લાગી આવતા તેણે પોતાના ઘરની અંદર બાથરૂમમાં ઘઉંમાં નાખવાના ટીકળા ખાઈ લીધા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News