મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાના પાછળ કુદરતી હાજતે ગયેલ યુવાનનો પાણીના ખાડામાંથી કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો


SHARE











મોરબી નજીક કારખાના પાછળ કુદરતી હાજતે ગયેલ યુવાનનો પાણીના ખાડામાંથી કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો

મોરબીના શાપર ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનાની પાછળના ભાગમાં પાણી ભરેલા ખાડા પાસે યુવાન કુદરતી હાજતે ગયો હતો ત્યારબાદ તે ઘરે પરત આવ્યો ન હતો જેથી ત્યાં સ્થળ ઉપર જઈને ચેક કરતા પાણી ભરેલા ખાડામાંથી તે યુવાનનો કહોવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ગાંધીનગર જિલ્લાના વેડ ગામનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં પાવળીયારી પાસે આવેલ મેગાટ્રોન સીરામીક કારખાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો વિશાલકુમાર ગોવિંદભાઈ રાવળ (20) નામનો યુવાન કારખાનાની પાછળના ભાગમાં આવેલ પાણી ભરેલા ખાડા પાસે ગત તા. 24/3 ના વહેલી સવારે કુદરતી હાજતે ગયો હતો અને ત્યારબાદ તે ઘરે પરત આવ્યો ન હતો જેથી તેને શોધી રહ્યા હતા દરમિયાન પાણી ભરેલા ખાડામાંથી ગઈકાલે સવારે 9:30 વાગ્યાના અરસામાં યુવાનોનો કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ સબળસિંહ સોલંકી ચલાવી રહ્યા છે

દેશી દારૂની ભઠ્ઠી

હળવદ તાલુકાના સિરોગામની સીમમાં આવેલ મનુભાઈ ખાંભળીયાની વાડીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 100 લિટર આથો, ગેસનો બાટલો તથા ગેસનો ચૂલો વિગેરે મળી આવ્યું હતું જેથી પોલીસે 4700 ની કિંમતનો મુદ્દા માલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો જો કે, આરોપી ત્યાં હાજર ન હોવાથી હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનુભાઈ દેવાભાઈ ખાંભળીયા રહે. શિરોતાલુકો હળવદ વાળા સામે ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે






Latest News