મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

હળવદના નવા ટીકર ગામે  બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


SHARE







હળવદના નવા ટીકર ગામે  બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોરબી DDO જે.એસ.પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શ્રીવાસ્તવનાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી હળવદ, GMERS મેડીકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીકરના સહયોગથી આરોગ્ય વિભાગ દ્વારા નવા ટીકર ગામે  બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પને જીલ્લા પંચાયત માજી સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડિયા, ડો સંજય સાહ, ડો ચિંતન દોશી, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કણઝારીયા, ટીકર ગ્રામ પંચાયતના સરપંચ દિલીપભાઈ એરાવાડિયા સહિતના હાજર રહ્યા હતા. આ કેમ્પમાં ટીકર ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી કુલ 45 લોકોએ રક્તદાન કર્યું હતું આ કેમ્પને સફળ બનાવવા માટે મેડીકલ ઓફિસર ટીકર ડો.પરેશ પટેલ, પિયુષ રાવલ, લાલજીભાઈ, તેમજ પ્રા.આ.કેન્દ્ર ટીકરના આરોગ્ય સ્ટાફ દ્વારા  જહેમત ઉઠાવવામાં આવી હતી.




Latest News