મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વિશાલનગરમાં જીરૂના પાકને સળગાવી નાખનાર શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE







માળીયા (મી)ના વિશાલનગરમાં જીરૂના પાકને સળગાવી નાખનાર શખ્સ સામે ગુનો નોંધાયો

માળીયા (મી)ના સુલતાનપુર ગામની બાજુમાં આવેલ વિશાલનગરમાં રહેતા ખેડૂતો દ્વારા જીરૂનો પાક મહામહેનત કરીને લેવામાં આવ્યો હતો અને તે તૈયાર જીરૂના પાક ઉપર સોમવારે બપોરના સમયે આ જ ગામની અંદર રહેતા એક શખ્સ દ્વારા આગ ચાંપી દેવામાં આવી હતી જેથી લગભગ એક વીઘા જેટલી જમીનમાં જે જીરૂનો પાક લેવામાં આવ્યો હતો તે પાક બળીને ખાખ થઈ ગયો છે આ બાબતે ભોગ બનેલા ખેડૂતની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા (મી)ના સુલતાનપુર ગામની બાજુમાં આવેલ વિશાલનગરમાં રહેતા રતિલાલ નરસીભાઇ દસાડીયા દ્વારા જીરૂના પાકની ખેતી કરવામાં આવી હતી અને તેઓએ અંદાજે એક વીઘા જેટલી જમીનમાં જે જીરૂનો પાક લીધો હતો અને તે તૈયાર પાક ત્યાં રાખવામાં આવ્યો હતો દરમિયાન સોમવારે બપોરે 11 થી 12 વાગ્યાના અરસામાં વિશાલનગર ખાતે જ રહેતા જયસુખભાઇ જયંતિભાઇ સીસણોદા નામના શખ્સે ત્યાં આવીને જીરૂના પાકનો જે ઢગલો કરવામાં આવ્યો હતો ત્યાં આગ ચાંપી દેવામાં આવી હતી જેથી રતિલાલ દસાડિયા દ્વારા જે જીરૂનો પાક લેવામાં આવ્યો હતો તે પાક બળીને ખાખ થઈ ગયો હતો જેથી ખેડૂતને 8000 નું નુકશાન થયેલ છે માટે હાલમાં ભોગ બનેલા ખેડૂત રતિલાલ નરસીભાઇ દસાડીયાની ફરિયાદ લઈને જયસુખભાઇ જયંતિભાઇ સીસણોદા રહે. સુલતાનપુર તાલુકો માળીયા (મિં) વાળાની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News