મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની દિકરીને AVN નામક ગંભીર બિમારી: સારવાર માટે મદદની અપિલ


SHARE







મોરબીની દિકરીને AVN નામક ગંભીર બિમારી: સારવાર માટે મદદની અપિલ

મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં રહેતી માધુરી લાલજીભાઈ સોલંકી (30) નામની દિકરીને AVN નામક ગંભીર બિમારી થય છે. જેથી તે હાલ પથારીવશ છે. ત્યારે દિકરીને સારવાર માટે અંદાજિત 15 લાખથી વધુ ખર્ચ માટે મદદ માટે અપિલ કરી છે.

માધુરીબેન સોલંકીને AVN નામક બિમારી થય હોવાથી તેઓ છેલ્લા 4 વર્ષથી બિમારીથી પીડાઈ રહ્યા છે. અને 2 વર્ષથી પથારીવશ છે. તેમણે મોરબી, રાજકોટ, અમદાવાદ, જામનગર સહિતના શહેરોમાં અનેક જગ્યાએ હોસ્પિટલમાં બતાવીને સારવાર લીધી છે. છતા અત્યારસુધી  કોઈ પરિણામ મળ્યું નથી. અને હાલમાં તેઓને દિલ્હી ખાતે ગ્લોબલ હેલ્થ સેન્ટરમાં સારવાર માટે તપાસ કરી હતી. અને ત્યાં રોબોટિક લેજર દ્વારા 6 મહિનાની સારવાર કરવાની છે અને તેનું અંદાજિત ખર્ચનું કોટેશન રૂ.15 લાખ તથા દિલ્હી આવવા-જાવ તથા રહેવાનો વધુ ખર્ચ થશે.

ગ્લોબલ હેલ્થ સેન્ટરમાં રોબોટિક લેજરની આધુનિક સારવારથી આ દિકરીને સારૂ થય શકે તેમ છે. તેમજ ત્યાં કોઈપણ ભારત સરકારના હોસ્પિટલને લગતા કાર્ડ માન્ય નથી. માધુરીબેનના પરિવારની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી સારવાર લય શકે તેમ નથી. જેથી લોકોને મદદ કરવા માટે અપિલ કરવામાં આવી છે. આ દીકરીના પિતાના મોબાઈલ નંબર 9712829037, બેન્કના એકાઉન્ટ નંબર 193212010001885, બેન્કનું નામ union Bank of India, IFSC Code: UBIN0819328, ખાતેદારનું નામ સોલંકી માધુરીબેન લાલજીભાઇ અને GPay No :- 9512007760 છે જેથી આ દીકરીની સારવાર માટે આર્થિક મદદ કરવા માટે અપીલ કરવામાં આવેલ છે.






Latest News