મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાના કમિશનરની હાજરીમાં આશ્રયગૃહ માટે નાઈટ ડ્રાઈવ યોજવામાં આવી


SHARE







મોરબી મહાપાલિકાના કમિશનરની હાજરીમાં આશ્રયગૃહ માટે નાઈટ ડ્રાઈવ યોજવામાં આવી

પંડિત દીનદયાળ અંત્યોદય આજીવિકા યોજના અંતર્ગત શહેરી ઘરવિહોણા લોકોના આશ્રય સ્થાન ઘટક હેઠળ મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે ઘરવિહોણા અને નિરાધાર લોકોને નિ:શુલ્ક રહેવા, જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ ધરાવતું મોરબી મહાનગરપાલિકા દ્વારા નિમણૂક થયેલ શ્રી સિદ્ધિ ખાદી ગ્રામોદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલન કરવામાં આવે છે. અને તાજેતરમાં કમિશનર સ્વપ્નીલ ખરે તથા નાયબ કમિશનર કુલદીપસિંહ વાળાની આગેવાની હેઠળ કોર્પોરેશનની યુ.સી.ડી. શાખા, સંચાલક સંસ્થા સ્ટાફ અને મોરબી પોલીસ સ્ટાફ સહીત સ્થાનિક વિસ્તારોના ઘરવિહોણા લોકોની સ્થળ પર મુલાકાત કરીને કાઉન્સેલિંગ દ્વારા આશ્રયગૃહનો લાભ લેવા પ્રેરિત કરવાની ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના જુદા-જુદા જાહેર માર્ગો અને ફૂટપાથ પર રાત્રી દરમ્યાન આશ્રય લઇ રહેલા લોકોને તાત્કાલિક સમજાવટ દ્વારા આશ્રયગૃહ ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા અને હવે પછી જાહેર રસ્તા પર સુવાને બદલે દ્વારા લાભાર્થીઓને સમજાવી આશ્રયગૃહ ખાતે લાવવામાં આવે છે. અને કમિશનર દ્વારા આશ્રયગૃહની સેવાઓ વધુમાં વધુ લોકો લાભ લે તેવા ઉમદા હેતુસર સંસ્થાના પ્રતિનિધિઓને અને સંચાલકને યોજનાકીય કાર્યપદ્ધતિ આશ્રયગૃહનો લાભ લેવા સહમત કર્યા હતા ડ્રાઈવ દ્વારા ૨૩ ઘર વિહોણા સંબંધિત લોકોને માર્ગદર્શન આપ્યું હતું.






Latest News