મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષકની હાજરીમાં જન ઔષધિ દિવસની ઉજવણી કરાઇ


SHARE







મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષકની હાજરીમાં જન ઔષધિ દિવસની ઉજવણી કરાઇ

૭ માર્ચ જન ઔષધિ દિવસે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે અધિક્ષક ડો. પ્રદીપ દુધરેજીયા, આરએમઓ ડો. કાલરીયાભાઈ, જિલ્લા મેલેરીયા અધિકારી ડો.વિપુલ કારોલીયા, જિલ્લા આઇ.ઈ.સી. અધિકારી સંઘાણીભાઈ, જિલ્લા ફાર્માસિસ્ટ ગૌરવભાઈ દવે, વીસીસીએમ વિજયભાઈ વાઘેલા દ્વારા સાતમાં જન ઔષધિ દિવસની ઉજવણી  કેક કાપીને કરવામાં આવી હતી વર્તમાન સમયમાં આરોગ્ય અને દવાઓના ખર્ચ સામાન્ય નાગરિકો માટે ચિંતાનું કારણ બનવા પામ્યું છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોની ગુણવત્તા યુક્ત દવાઓ ઓછામાં ઓછા ભાવે ઉપલબ્ધ કરાવવા કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ "પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના આશીર્વાદરૂપ સિદ્ધ થઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા 10 વર્ષમાં દવા કેન્દ્રોની સંખ્યામાં 180 ગણો વધારો થયો છે અને વેચાણમાં પણ 200 ગણો વધારો નોંધાયો છે વર્ષ 2014માં માત્ર 80 કેન્દ્ર સાથે શરૂ થયેલ આ યાત્રામાં આજે સમગ્ર દેશમાં 15000 જેટલા અને ગુજરાતમાં 750 જેટલા જન ઔષધિ કેન્દ્રો કાર્યરત છે આ ઔષધી કેન્દ્રનો લાભ લેવા માટે સૌને અનુરોધ કરવામાં આવે છે






Latest News