મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

પોલિસનો લેસમાત્ર ભય નહીં ! : માળીયા (મી)ના કુંભારીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા યુવાનને ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી


SHARE







પોલિસનો લેસમાત્ર ભય નહીં ! : માળીયા (મી)ના કુંભારીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા યુવાનને ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી


માળીયા મીયાણા તાલુકાના કુંભારીયા ગામે રહેતા યુવાનના ઘર પાસે આવેલી દુકાને સિગરેટ પીવા માટે આવેલા ત્રણ શખ્સો ગાળો બોલતા હોય યુવાને તેના ઘર પાસે ગાળો બોલવાની ના પાડી હતી જેથી કરીને તે  સિગરેટ પીવા આવેલા શખ્સોને સારું ન લાગતા તેણે યુવાનને ગાળો આપી હતી અને જતા સમયે તેની ગાડી યુવાનના દીકરાના જમણા પગના પોચા ઉપર ચડાવી દઈને તેને ઇજાઓ કરી હતી અને એક શખ્સે ગામના ઝાપા પાસે ધારીયુ લઇ આવ્યો હતો અને પોલીસ ફરિયાદ બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત મુજબ માળીયા મિયાણા તાલુકાના કુંભારિયા ગામે રહેતા અરવિંદભાઈ હરખજીભાઈ પંચાસરા (32)એ હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નિલેશભાઈ રમેશભાઈ પરમાર, કિશનભાઇ કાનજીભાઈ હુંબલ, જસમતભાઈ કાળુભાઈ ઇન્દરિયા અને રમેશભાઈ દેવશીભાઈ પરમાર રહે બધા કુંભારીયા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે નિલેશભાઈ, કિશનભાઇ અને જસમતભાઈ મારુતિ કાર નંબર જીજે 36 એ એલ 1950 લઈને ગણપતભાઈના ગલ્લે સિગરેટ પીવા માટે થઈને આવ્યા હતા અને ત્યાં ગાળો બોલતા હતા અને ત્યાં બાજુમાં ફરિયાદીનું મકાન આવેલું હોય તેણે ગાળો બોલવાની ના પાડી હતી જે આરોપીઓને સારું નહીં લાગતા તેઓએ એક સંપ કરીને ફરિયાદી યુવાનને ગાળો આપી હતી અને જતા સમયે પોતાની ગાડી ફરિયાદીના દીકરા નક્ષના જમણા પગના પોચા ઉપર ચડાવી દઇને તેને ઇજા કરી હતી તથા આરોપી રમેશભાઈ પરમાર ગામના ઝાપા પાસે ધારીયુ લઈને આવ્યા હતા અને પોલીસ ફરિયાદ કરવા બાબતે યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ઊંચાઈએથી પટકાતા યુવાન સારવારમાં
મોરબીના બંધુનગર ગામે રહેતા કપિલભાઈ મહિપતભાઈ નામના ૪૦ વર્ષનો યુવાન બંધુનગર નજીક આવેલ કારખાનામાં કોઇ કારણોસર રાત્રિના ૧૧ વાગ્યે પહેલા માળે ઊંચાઈએથી નીચે પડી ગયા હતા.જેથી ઇજા પામતા ૧૦૮ વડે સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એ.એચ.પરમાર દ્વારા તપાસ કરવામાં આવી હતી.જ્યારે ટંકારાના સરાયા ગામે બાલમંદિર નજીકથી બાઈકમાં જતા સમયે બાઇકમાંથી નિચે પડી જવાથી નારણભાઈ પીતાંબરભાઈને ઇજાઓ થતા અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરીને આ અંગે ટંકારા પોલીસને જાણ કરી હતી.  






Latest News