મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

માળિયા (મી)ના વેણાસર ગામે અગરિયાઓ માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો


SHARE







માળિયા (મી)ના વેણાસર ગામે અગરિયાઓ માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

માળિયા (મી)ના વેણાસર આંગણવાડી ખાતે અગર વિસ્તારમાં રહેતા અગરીયાઓ માટે મોબાઈલ હેલ્થ યુનિટ માળિયા દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં માર્ગદર્શન હેઠળ અને અગરિયા હિત રક્ષક મંચનાં સહયોગથી સર્વરોગ નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું અને આ કેમ્પમાં વિનામૂલ્યે સારવાર અને દવા આપવામાં આવી હતી અને ડાયાબિટીસનાં દર્દીઓ માટે સુગરની તપાસ, પ્રસુતિની તપાસ, મલેરીયાની તપાસ, બીપી તપાસ, હિમોગ્લોબીન તપાસ પણ કરવામાં આવી હતી. આ કેમ્પનો 305 જેટલા અગરીયા ભાઈ-બહેનોએ લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો. બાવરવા, એમ.એચ.યુ. મેડિકલ ઓફિસર ડો. નિમેષ રંગપરિયા, અગરિયા હિત રક્ષક મંચના મારૂતસિંહ બારૈયા અને અગરીયા આગેવાન હુંબલ અરજણભાઇએ જહેમત ઉઠાવી હતી.






Latest News