મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ પડધરી રોડે કારખાનામાં લેબર કોલોની પાસે પાણીના ખાડામાં ડૂબી જવાથી પાંચ વર્ષના બાળકનું મોત


SHARE







ટંકારાના નેકના પડધરી રોડે કારખાનામાં લેબર કોલોની પાસે પાણીના ખાડામાં ડૂબી જવાથી પાંચ વર્ષના બાળકનું મોત

ટંકારા તાલુકાના નેકના પડધરી રોડ ઉપર આવેલ કારખાનામાં લેબર કોલોનીની બાજુમાં આવેલ પાણીના ખાડામાં રમતા રમતા બાળક પડી ગયો હતો જેથી પાણીમાં ડૂબી જવાથી પાંચ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું આ બનાવની ટંકારની સરકારી હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના નેકનામ પડધરી રોડ ઉપર આવેલ શિલ્પન બોર્ડ લેમ્પ પ્રા.લી. કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા પપ્પુભાઈ વાલાનો પાંચ વર્ષનો દીકરો વિષ્ણુ લેબર કોલોનીની બાજુમાં રમતો હતો ત્યારે રમતા રમતા ત્યાં આવેલ પાણીના ખાડામાં પડી જવાથી તે પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તે બાળકનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News