મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીની આલાપ સોસાયટીના ગેટ પાસેથી બાઈકની ઉઠાંતરી


SHARE







મોરબીની આલાપ સોસાયટીના ગેટ પાસેથી બાઈકની ઉઠાંતરી

મોરબીમાં આવેલ આલાપ સોસાયટીના મેઈન ગેટ પાસે યુવાને પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 40,000 ની કિંમતના બાઈકની ચોરી થઈ હોય ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના એસપી રોડ ઉપર આવેલ આઈ શ્રી હાઈટ નંબર 603 માં રહેતા સચિનભાઈ ઘનશ્યામભાઈ ઉભડીયા (23) નામના યુવાને અજાણ્યા શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે તે પોતાના ફુવા હરજીવનભાઈ ગોઠીનું બાઈક નંબર જીજે 3 ઇબી 1104 છેલ્લા છ મહિનાથી પોતાના કામ સબબ ઉપયોગમાં લેતા હતા અને પોતાના ઘરેથી આલાપ સોસાયટીમાં રહેતા અંકુરભાઈ પટેલને ત્યાં જતો હતો અને ત્યાંથી તેઓ ફોરવિલ ગાડીમાં પોતાની નોકરીએ જતા હતા અને ત્યાં તેણે પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 40,000 ની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી

મોબાઈલ પડી ગયો

મોરબીમાં ઋષિકેશ સ્કૂલ પાસે આવેલ કમલા પાર્ક સોસાયટીમાં રહેતા અમનભાઈ શિવભોલાભાઈ તિવારી (26) નામનો યુવાન પોતાના ઘરેથી ગોપાલ સોસાયટી તરફ જઈ રહ્યો હતો ત્યારે ગત તા. 16/2 ના રાત્રિના 9:00 થી 10:00 વાગ્યાના અરસામાં તેનો મોબાઈલ પડી ગયો હતો જેથી આ અંગેની તેણે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે તે અંગેની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News