મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે ઘરમાં જુગારની રેડ: ઘરધણી સહિત 6 શખ્સની 10.83 લાખના મુદામાલ સાથે ધરપકડ


SHARE







મોરબીના બેલા ગામે ઘરમાં જુગારની રેડ: ઘરધણી સહિત 6 શખ્સની 10.83 લાખના મુદામાલ સાથે ધરપકડ

મોરબી તાલુકાના બેલા ગામે મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઘરધણી સહિત કુલ મળીને છ વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે રોકડા રૂપિયા 5,43,900 તથા 6 મોબાઈલ ફોન, એક સ્કૂટર, એક બાઇક અને એક ગાડી મળીને કુલ 10,83,900 રૂપિયાની કિંમતનો  મુદ્દામાલ કબજે કર્યો છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભગીરથભાઈ લોખિલ અને મહેન્દ્રસિંહ ચુડાસમાને મળેલ બાતમી આધારે મોરબી તાલુકા બેલા (રં) ગામે રહેતા રમેશભાઈ પરસોતમભાઈ અઘારાના રહેણાક મકાનમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા ઘરધણી રમેશભાઈ પરસોત્તમભાઈ અઘારા તથા વિનોદભાઈ મગનભાઈ સંઘાણી, વસંતભાઈ ગાંડુભાઈ ચાપાણી, ભરતભાઈ શિવલાલભાઈ સંઘાણી, અંકિતભાઈ રણછોડભાઈ કણસાગરા અને વિનોદભાઈ ઉર્ફે વિનુભાઈ રૂગનાથભાઈ માકાસણા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી કુલ મળીને 5,43,900 રૂપિયાની રોકડ, છ મોબાઈલ ફોન જેની કિંમત એક લાખ રૂપિયા તથા એક એકટીવા, એક સ્કૂટર અને એક ગાડી આમ કુલ મળીને ચાર લાખ રૂપિયાની કિંમતના વાહનો સાથે કુલ 10,83,900 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 6 શખ્સોની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News