મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક સળગતા કચરાના ઢગલામાં પડી જવાથી દાઝી ગયેલ યુવાન સારવારમાં


SHARE











મોરબી નજીક સળગતા કચરાના ઢગલામાં પડી જવાથી દાઝી ગયેલ યુવાન સારવારમાં

મોરબીના ભડિયાદ કાંટા પાસે રહેતો યુવાનો સળગતા કચરાના ઢગલામાં પડી ગયો હતો જેથી તે દાજી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ભડિયાદ કાંટા પાસે આવેલ જવાર સોસાયટીમાં રહેતા ચકુભાઈ મનસુખભાઈ (35) નામનો યુવાન ત્યાં સળગતા કચરાના ઢગલામાં પડી ગયો હતો જેથી કરીને દાજી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એચ.એમ.મકવાણા દ્વારા કરવામાં આવી રહી છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના સનાળા રોડ પર આવેલ અવધ સોસાયટીમાં રહેતા અંબારામભાઈ મગનભાઈ સનારીયા (70) નામના વૃદ્ધ ઘૂટું ગામના બસ સ્ટેશન પાસે બાઈકમાં જતા હતા ત્યારે બાઈક સ્લીપ થયું હતુ અને અકસ્માત થયો હતો જે બનાવમાં વૃદ્ધને ઇજા થયેલ હતી જેથી તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

મોરબી નજીક આવેલ ઇટાકા સીરામીક ખાતે રહેતો અને મજૂરી કામ કરતો લલિત (19) નામનો યુવાન ઇટાકા સીરામીક તરફ જતો હતો ત્યારે પીપળી રોડ પાસે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો જેમાં યુવાનને માથાના ભાગે ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News