મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને કોઈ કારણોસર પોતે પોતાની જાતે હાથ ઉપર બ્લડ વડે ચેકા મારી લેતા સારવારમાં


SHARE











મોરબીમાં યુવાને કોઈ કારણોસર પોતે પોતાની જાતે હાથ ઉપર બ્લડ વડે ચેકા મારી લેતા સારવારમાં

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ માળિયા સોસાયટીમાં રહેતા યુવાને કોઇ અન્ય કારણસર પોતે પોતાના જાતે બ્લડ વડે હાથ ઉપર ચેકા મારી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સોઓરડીની પાછળના ભાગમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા કિશનભાઇ રમેશભાઈ બારોટ (20) નામના યુવાને રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરે પોતાની જાતે બ્લેક વડે હાથ ઉપર ચેકા મારી લીધા હતા જેથી તે યુવાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે. અને યુવાને ક્યાં કારણોસર આ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે. તેવી માહિતી એ.એમ.ઝાપડિયા પાસેથી જાણવા મળ્યું છે.

મારામારીમાં ઇજા

મોરબીમાં ભીમસર પાસે મારામારીનો બનાવ બનેલ હતો જે બનાવમાં મહેન્દ્રભાઈ વિરમભાઈ કુંઢીયા (32) નામનો યુવાનને ઇજા થહોવાથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે. 

બાઇક સ્લીપ

માળીયા (મી) તાલુકાના કુંતાસી ગામે રહેતા જીવરાજભાઈ તશીભાઈ (73) નામના વૃદ્ધ શિવ મંદિર નજીકથી બાઈકમાં પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં તેમને ઈજા થવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

માળિયા (મી) તાલુકાના ચાચાવદર ગામ પાસે તળાવ નજીક બાઇક સ્લીપ થવાની ઘટના બની હતી જેમાં જેજયંતીભાઈ નાગજીભાઈ તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે






Latest News