સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીના સોખડા નજીક ડબલ સવારી બાઈકે કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં


SHARE











મોરબીના સોખડા નજીક ડબલ સવારી બાઈકે કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં

મોરબી તાલુકાના સોખડા ગામના પાટીયાથી બાદરગઢ ગામના પાટીયા તરફ જવાના રસ્તા ઉપર આવેલ હોટલ પાસેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઈકને કાર ચાલકે ડફેટે લેતા અકસ્માત થયો હતો અને ત્યારે બાઈક પર જઈ રહેલા બંને વ્યક્તિઓને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ હળવદ તાલુકાના રણમલપુર ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના સોખડા ગામે હકાભાઇ બાલાસરાની વાડીએ રહેતા અને નોકરી કરતા રવિભાઈ રાજેશભાઈ વિરાણી (19) નામના યુવાને કાર નંબર જીજે 3 એમપી 1545 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, સોખડા ગામના પાટીયાથી બાદરગઢ ગામના પાટીયા તરફ જવાના રસ્તે આવતી શેરે પંજાબ હોટલ પહેલા રોડ ઉપરથી તેઓ બાઈક નંબર જીજે 3 એચએલ 6285 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઈકમાં મનોજભાઈ જેરામભાઈ પાડલીયા પણ બેઠેલા હતા અને કાર ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટ લેતા ફરિયાદી રવિભાઈ તથા તેની સાથે બાઈકમાં બેઠેલા મનોજભાઈને હાથે પગે અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી કરીને તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એન.જે. ખડીયા ચલાવી રહ્યા છે.






Latest News