મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

માળીયા (મી)-ટંકારા તાલુકામાં જુદાજુદા બે અકસ્માતમાં ઇજા પામેલા બે યુવાન સારવારમાં


SHARE







માળીયા (મી)-ટંકારા તાલુકામાં જુદાજુદા બે અકસ્માતમાં ઇજા પામેલા બે યુવાન સારવારમાં

માળીયા કચ્છ હાઇવે રોડ ઉપર તથા નેકનામ-પડધરી રોડ ઉપર જુદી જુદી અકસ્માતની બે ઘટનાઓ બની હતી જેમાં ઇજા પામેલા બે યુવાનોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ બંને યુવાનોએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ગાંધીધામના રહેવાસી કુણાલભાઈ કમલેશભાઈ સીંદલ જાતે મારવાડી (34)એ ટ્રક નંબર જીજે 3 બીવાય 0003 ના ચાલક સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી કચ્છ નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ સત્કાર હોટલ પાસેથી તેઓ પોતાની કાર નંબર જીજે 39 સીએ 5355 લઈને જઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવીને ફરિયાદીની ગાડીમાં પાછળથી ટ્રક અથડાવ્યો હતો જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીને જમણા હાથની આંગળીઓમાં ઈજા થઈ હતી અને તેની કારમાં નુકસાન થયેલ હતું તેથી કરીને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

ટંકારા તાલુકાના નેકના રોડ ઉપર જેનેક્ષ કારખાના પાસેથી મૂળ બનાસકાંઠા જિલ્લાના રહેવાસી અને હાલમાં નેકનામ પડધરી રોડ સાકેત પોલીપેક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને કામ કરતા માનસિંહ પરખાભાઇ આશલ જાતે બ્રાહ્મણ (37) પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક નંબર જીજે 32 ટી 3312 ના ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી ફરિયાદી યુવાનને જમણા હાથમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી તથા નાકના ભાગે પણ ઈજા થયેલ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને આરોપી પોતાનો ટ્રક મૂકીને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના ગિડચ પાનેલી રોડ ઉપર કોઈ કારણોસર રણજીત નારણભાઈ ગમારા (21) નામનો યુવાન દવા પી જતા તેને તાત્કાલિક સારવાર માટે અર્ધબેભાન હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News