મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક ચેક પોસ્ટ ઉપરથી દારૂ ભરેલી ઇકો સાથે એકની ધરપકડ, 3.58 લાખનો મુદ્દામાલ કબજે


SHARE







માળીયા (મી) નજીક ચેક પોસ્ટ ઉપરથી દારૂ ભરેલી ઇકો સાથે એકની ધરપકડ, 3.58 લાખનો મુદ્દામાલ કબજે

માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ઇકો ગાડી પસાર થઈ રહી હતી જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે ઈકો ગાડીમાંથી દારૂની 12 બોટલો મળી આવતા પોલીસે દારૂ તથા ગાડી મળીને 3.58 લાખથી વધુની કિંમતના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા કચ્છ હાઇવે રોડ ઉપર માળિયા નજીક ઓનેસ્ટ હોટલ પાસે આવેલ ચેકપોસ્ટ નજીકથી ઇકો ગાડી નંબર જીજે 36 એજે 6885 પસાર થઈ રહી હતી જે ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા ગાડીમાંથી દારૂની 12 બોટલો મળી આવી હતી જેથી કરીને 8,232 ની કિંમતની દારૂની બોટલો તેમજ 3.50 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 3,58,232 ની કિંમતનો મુદ્દા માલ કબજે કરીને પોલીસે આરોપી એજાજ સલીમભાઈ ભટ્ટી (24) રહે જુના બસ સ્ટેશન પાછળ દિલ્હી દરબાર વાળી શેરી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ કરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં લઈ જતો હતો તે દિશામાં પોલીસ આગળની તપાસ હાથ ધરી છે

ઉંચી માંડલ નજીક હોટલ પાછળથી દારૂની છ બોટલ સાથે એકની ધરપકડ

મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામના બસ સ્ટેશન પાસે આવેલી બાબા રામદેવ હોટલની પાછળના ભાગમાં તળાવના કાંઠે બાવળીની જાળીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની છ બોટલો મળી આવી હતી જેથી પોલીસે 3,000 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી દારાસિંહ ઘનશ્યામસિંહ ચૌહાણ (36) રહે હાલ રામદેવ હોટલ ઉંચી માંડલ પાસે મોરબી મૂળ રહે રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News