હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે
Breaking news
Morbi Today

મોરબીમાં બે જુદા જુદા બનાવોમાં બે યુવાનોના મોત,બંને બનાવોમાં જમીને સુતા બાદ ઉઠયા ન હોવાનું ખુલ્યુ


SHARE







મોરબીમાં બે જુદા જુદા બનાવોમાં બે યુવાનોના મોત,બંને બનાવોમાં જમીને સુતા બાદ ઉઠયા ન હોવાનું ખુલ્યુ

 

મોરબીના બે જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં બે યુવાનોના જમીને સુતા બાદ નીંદ્રાધીન અવસ્થામાં જ મોત નિપજયા હોવાનું ખુલ્યું છે.  પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના હરીપર (કેરાળા) ગામે આવેલ કારખાનામાં રહીને મજુરીકામ કરતો મુળ ઓરીસ્સાનો દેવાંશીષ ગોવિંદભાઈ બઠીયા (ઉ.24) ગઈકાલે બપોરે કામ ઉપરથી છુટીને પોતાના લેબર કવાર્ટરમાં ગયો હતો અને જમીને સુતો હતો.

જોકે સમય થતા કામ ઉપર ન પહોંચતા તેને બોલાવા માટે ઓરડીએ જતા ત્યાં ઓરડીમાં તે મૃત હાલતમાં મળી આવ્યો હતો. હાલ બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એ.પી. જાડેજાએ ડેડબોડીને સિવિલે પીએમ માટે ખસેડયો હતો. અને મોતનું કારણ જાણવા વિસેરા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

 જયારે માળીયા (મીં)ના મોટા દહીંસરા ગામની પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે રહેતો અને મુળ ઝારખંડનો કુલદિપ મહંતો (ઉ.આ.20) નામનો યુવાન ગત રાતના કામ પતાવીને પરત તેની ઓરડીએ ગયો હતો ત્યાં જમીને સુતો હતો અને બાદમાં આજે સવારે તે ઉઠયો ન હોય નીંદ્રાધીન હાલતમાં જ તેનું મોત નિપજયું હોવાનું સામે આવેલ છે.

બનાવને પગલે એ ડીવીઝન પોલીસ મથકના પી.બી. ઝાલાએ પ્રાથમીક તપાસ કરી આગળની તપાસ માટે માળીયા (મીં) પોલીસને જાણ કરી હતી. નોંધનીય છે કે બંને બનાવોમાં મૃતકોની ઉપર 25થી નીચે છે.






Latest News