મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ખેડૂતો માટે ઘઉંના પાકમાં વાવણી બાદની કાળજી માટેની માર્ગદર્શિકા જાહેર


SHARE











મોરબી જિલ્લાના ખેડૂતો માટે ઘઉંના પાકમાં વાવણી બાદની કાળજી માટેની માર્ગદર્શિકા જાહેર

મોરબી જિલ્લાના ખેડૂતો માટે ઘઉંના ઊભા પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે વાવણી બાદ કાળજી લેવા માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર, મોલોના ઉપદ્રવની સાથે તેના કુદરતી દુશ્મનો પરભક્ષી દાળીયા/ લેડી બર્ડ બીટલ, લીલી પોપટી/ ક્રાયસોપર્લા તથા સીરફીડ ફલાય મોટી સંખ્યામાં જોવા મળે છે. જેથી તેમાં જંતુનાશક દવા છાંટવાની જરૂરિયાત રહેતી નથી. લીલી ઈયળના નિયંત્રણ માટે ખેતર નીંદણ મુક્ત રાખવું.

ઘઉંમાં ઉંબીઓ આવવાની શરૂઆત થાય ત્યારથી જ પાકનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરતા રહેવું અને નાની ઈયળો દેખાય તો લીમડાની લીંબોળીની મીંજમાંથી બનાવેલ અર્ક ૫%/ ૫૦૦ ગ્રામ/ ૧૦ લિટર પાણી અથવા લીંબોળીની તેલયુક્ત દવા ૧૦ મિ.લિ./ ૫ ઇ.સી. અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવીને તેનો છંટકાવ કરવો જોઈએ. વાવણી સમયે બીજને કીટનાશકની માવજત આપી શકાયેલ ન હોય અને જો ઘઉંના ઉભા પાકમાં ઉધઈનો ઉપદ્રવ શરૂ થતો જણાય, તો તુરંત જ એક હેકટર પાકના વિસ્તાર માટે ફીપ્રોનીલ ૫ એસ.સી. ૧.૬ લિટર દવા અથવા ક્લોરપાઇરીફોસ ૨૦ ઈસી ૧.૫ લિટર દવા ૫ લિટર પાણીમાં ભેળવીને ૧૦૦ કિ.ગ્રા. રેતી સાથે ભેળવીને ઘઉંના ઉભા પાકમાં પુંખવી અને તરત જ પાકને હળવું પિયત આપવું અથવા પાણીના ઢાળીયા ઉપર લાકડાની ઘોડી મૂકી તેમાં જે-તે કીટનાશકનો ડબ્બો ગોઠવી ટીપે-ટીપે એક હેક્ટર વિસ્તારમાં પ્રસરે તે રીતે આપવી.

ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે જો ઉપદ્રવ ઓછો હોય તો નુકસાનવાળા છોડને ઈયળ સહિત મૂળમાંથી ખેંચી લઈ તેનો નાશ કરવો. ખપૈડીના નિયંત્રણ માટે ઘઉંની વાવણી બાદ શેઢા- પાળા ઉપર તેમજ ખેતરમાં ફેનવાલરેટ ૦.૪ ટકા ભૂકી હેકટરે ૨૫ કિ.ગ્રા. અથવા ફીપ્રોનીલ ૦.૩ જીઆર હેકટરે ૨૦ કિ.ગ્રા. પ્રમાણે છંટકાવ કરવો. દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલા લેબલ મુજબ જે-તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજી રાખવી જોઈએ. આ અંગે વધુ જાણકારી મેળવવા માટે આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારીશ્રી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરવો. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News