મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર નજીક બે બાઇક અથડાતાં ઇજા પામેલા ચાર યુવાન સારવારમાં


SHARE







મોરબીના રાજપર નજીક બે બાઇક અથડાતાં ઇજા પામેલા ચાર યુવાન સારવારમાં

મોરબી તાલુકાના રાજપર ગામ પાસે આવેલ રામદેવપીરના મંદિર પાસે બે બાઈક સામસામે અથડાયા હતા જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં કુલ મળીને ચાર યુવાનોને ઈજા થઈ હોવાથી ઇજા પામેલા ચારેય યુવાનોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતિ પ્રમાણે મોરબી તાલુકાના રાજપર ગામ પાસે આવેલ રામદેવપીરના મંદિર પાસે બે બાઈક સામસામે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં થોરાળા ગામે રહેતા મહેશભાઈ માવજીભાઈ પરમાર (23) અને રજનીકાંત માવજીભાઈ પરમાર (27) તથા ખાનપર ગામે રહેતા ચેતન લાલજીભાઈ પરમાર (22) અને ધીરજ લાલજીભાઈ પરમાર (20) નામના ચાર યુવાનોને ઈજા થઈ હતી જેથી તે તમામને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ઘૂટું ગામે રહેતા સુભાષભાઈ આનંદભાઈ પંડ્યા (65) નામના વૃદ્ધ લાલપર ગામ પાસે હતા ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેને ઇજા થયેલ હોવાથી તેને   સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

મારા મારીમાં ઇજા

મોરબીમાં આવેલ મધુવન સોસાયટીમાં રહેતા સત્યજીત ગોવિંદભાઈ મંડલ (36) નામના યુવાનને લાલબાગમાં આવેલ કોર્ટ નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં મળતી વિગત પ્રમાણે અમુક લોકો ત્યાં ઝઘડો કરતા હતા તેને યુવાન ટપારવા ગયો હતો અને ત્યારે તેને લાકડી વડે માથામાં અને હાથ ઉપર માર મરીને ઈજા કરવામાં આવી હતી જેથી કરીને યુવાનને સારવારમાં ખસેડાવ્યો હતો






Latest News