મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં દબાણો હટાવવા જરૂરી જ છે, પણ વ્હાલા-દવલાની નીતિ વગર કામ કરો: કાંતિલાલ બાવરવા


SHARE







મોરબીમાં દબાણો હટાવવા જરૂરી જ છે, પણ વ્હાલા-દવલાની નીતિ વગર કામ કરો: કાંતિલાલ બાવરવા

મોરબીમાં દબાણ હટાવની કામગીરી કરવામાં આવી છે તેવી જ કામગીરીની મોરબીની જરૂર છે જો કે, મોરબીમાં જે પણ કામગીરી થાય તે નાના મોટા કે  વ્હાલા દવલાની  નીતિથી પર  રહીને ખોટી રીતે દબાણ કરનાર કોઈ પણને ન છોડવાની માંગ ઇન્ટર નેશનલ હુમન રાઈટ અસો.ના જનરલ સેક્રેટરી દ્વારા કરવામાં આવી છે.

ઇન્ટર નેશનલ હુમન રાઈટ અસો.ના જનરલ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવા મહાનગર પાલિકા કમિશ્નર સ્વપ્નીલ ખરેને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે,મોરબીમાં દબાણ હટવું ખુબ જ જરૂરી છે. અને તે દિશામાં નિષ્પક્ષ અને નીડરતાથી  કામ કમિશ્નર દ્વારા કરવામાં આવશે તેવી આશા છે. અને દબાણ હટાવતા નાના રેકડીવાળા, પાથરણાવાળા કે રોજનું  રોજ પેટીયું રળતા હોય તેવા લોકો માટે વૈકલ્પિક જગ્યા આપવામાં આવે તેવી માંગ કરી છે. અને શનાળા રોડે આવેલ સ્કાય મોલની સામે ફૂટપાથ  ઉપર તેમજ રોડ ઉપર વાહનો પાર્ક કરેલ હોય છે. જેના કારણે રસ્તે આવતા જતા  લોકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી આવા વાહન ચાલકોની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.






Latest News