મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલમાં હેલ્ધી બેબી કોમપિટિશન અને કીડ્સ કાર્નિવલ યોજાયો


SHARE







મોરબીમાં નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલમાં હેલ્ધી બેબી કોમપિટિશન અને કીડ્સ કાર્નિવલ યોજાયો

મોરબીમાં આવેલ નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કુલ દ્વારા હેલ્ધી બેબી કોમપિટિશન અને કીડ્સ કાર્નિવલનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગ લેનાર અને વિજેતા બાળકોને સન્માનીત કરવામાં આવ્યા હતા

આયોજન સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને સ્કુલની વિઝીટ દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. અને ત્યના દરેક કલાસમાં કંઇકને કંઇક અલગ થીમ હતી અને સ્કુલનો એકે એક ખૂણો બાળકોને કંઈક ને કંઈક શીખવવા માટે બનાવ્યો હોય એવું લાગતું હતું. આ સ્કૂલમાં મોરબીના દોઢથી ચાર વર્ષના બાળકો માટે હેલ્ધી બેબી કોમ્પીટીશનનું આયોજન પણ હતું જેમાં મોરબીના 300 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. અને પેરેન્ટસનો ઉત્સાહ જોઇને ચોકકસ એવું લાગ્યું કે મોરબીના પેરેન્ટસ એમના બાળકો માટે પણ ખૂબ ઉત્સાહીત હતા. આ સાથે કિડસ કાર્નિવલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં મેજીક શો, પપેટ શો, પોટર, જપીંગ, ડાન્સ ઝોન, ગેમ ઝોન, ટેટુ ઝોન આર્ટ ઝોન વિગેરેનો બાળકોએ અને તેના પેરેન્ટસે પણ આનંદ માણ્યો હતો. અને હેલ્ધી બેબી કોમ્પીટીશનનું રીઝલ્ટ જાહેર થતાં જ નવયુગનું એમ્ફિથિયેટર ચીચીયારીઓથી ગુંજી ઉઠયું હતું જેમાં કાર, બાઇક અને સાઇકલ જેવા આકર્ષક ઇનામો આપવામાં આવેલ હતા ને ભાગ લેનાર બાળકોને ગીફટમાં કોફી મગ તેમજ હની-બની ડાયપર કંપની દ્વારા ડાયપર કીટ ગીફટ આપવામાં આવી હતી






Latest News