મોરબી સાર્થક વિદ્યામંદીરમાં સંસ્કૃત કક્ષનું રવિવારે કરશે ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત
Breaking news
Morbi Today

મોરબીથી રેલમંત્રીને રજૂઆત: કંડલા-નવલખી બંદર વચ્ચે જો ૧૩ કિ.મી સમુદ્ર સેતુ બને તો ટ્રકદિઠ છ હજારનો ફાયદો થાય


SHARE







મોરબીથી રેલમંત્રીને રજૂઆત: કંડલા-નવલખી બંદર વચ્ચે જો ૧૩ કિ.મી સમુદ્ર સેતુ બને તો ટ્રકદિઠ છ હજારનો ફાયદો થાય

મોરબીના રહેવાસી રમેશભાઈ રબારી દ્વારા રેલમંત્રી અશ્વિનીકુમારને રજૂઆત કરીને જણાવવામાં આવેલ છે કે જો મોરબી જિલ્લાના કંડલા બંદર ખાતેથી કચ્છ જિલ્લાના નવલખી બંદર વચ્ચે દરિયાની અંદર જો ૧૩ કિમીનો સમુદ્ર સેતુ બનાવવામાં આવે તો જે વાહનો હાલ માલની હેરાફેરી માટે બાય રોડ જાય છે તે આ રસ્તો બનતા ખૂબ જ ઓછા અંતરથી પરિવહન કરી શકશે અને જેના લીધે દરેક ટ્રકને દૈનિક ટ્રીપ દીઠ રૂા.૬૦૦૦ નો ફાયદો થાય તેમ છે જો આ બાબતને મંજૂરી મળે તો આગામી સમયમાં મિલેટરી (સૈન્ય) માટે પણ આ એક ઉપયોગી રસ્તો બની રહેશે.

ગુજરાત રાજય મેઈન પોર્ટ કંડલાથી સમુદ્ર માર્ગ મોરબી જીલ્લા નવલખી બંદર રોડ હાઈવેથી ૧૦૦ કિ.મી. વધારે થાય છે.કંડલા નવલખી સમુદ્ર સેતુ બનાવવામાં આવે તો તેનાં ઘણા કિલો મીટર અંતર ઘટી જાય છે. તેમજ ટ્રક ટેન્કર ટ્રેલર જેવા કોમર્સીયલ વાહન ૩૦ લીટર વધુ ડીઝલ ફાયદો થાય અને ડીઝલનો બચાવ થાય, એક ટ્રીપમાં આજના હરીફાઈના સમયમાં દરેક વાહન વાળાને રૂા.૬,૦૦૦ નો ફાયદો થાય તેમ છે.વાહન હાઈવે ઉપર ફરીને જતાં હોવાના કારણે કરોડો રૂપિયાનું આંધણ થઈ રહયુ છે તે આના કારણે અટકી જશે.આ કંડલા-નવલખી સમુદ્ સેતુ બનશે તો અનેક વાહનો તેમજ મુસાફરીમાં સમય પણ બચી જશે અને અનેક બચત લાભ થશે.રાજય સરકારને પણ આવક વધુ અને ફાયદાઓ થશે સાથે કચ્છ અને મોરબી જીલ્લાના વિકાસના દ્રાર ખુલશે.તેમજ દરેક પોર્ટ ઉપર વિદેશી માલ મંગાવવા મોંઘા ક્રુડ ઓઈલ બીલમાં અબજો રૂપિયાનો લાભ થશે.જેથી કંડલા-નવલખી દરીયા માર્ગે સરકાર કક્ષાએથી તાત્કાલીક સર્વે કરાવીને માત્ર ૧૩ કિ.મી. લાંબો કંડલા-નવલખી સમુદ્ સેતુ રાજય હીત, દેશ હીતમાં તાત્કાલીક મંજુર કરવા આવે તેવી માંગણી અને લાગણી રમેશભાઇ રબારીએ વ્યકત કરેલ છે.






Latest News