ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં 7 પીઆઇની આંતરિક બદલીનો ઓર્ડર કરતા SP


SHARE











મોરબી જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા પીઆઇની આંતરિક બદલી કરવામાં આવી છે અને મોરબી જિલ્લાના એસપી દ્વારા મોડી સાંજે જિલ્લાના સાત પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે 

મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા શુક્રવારે મોડી સાંજે 7 પીઆઈની બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો છે જેમાં જિલ્લાના જુદા જુદા પોલીસ મથકોની અંદર ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળી ગયું છે અને અધિકારી પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજાની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન. આર. મકવાણાની એસ.ઓ.જી.માં, સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલની મોરબી એ ડિવિઝનમાં, વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના એચ.વી.ઘેલાની ટ્રાફિક શાખામાં, જિલ્લા ટ્રાફિક શાખાના પીઆઇ કે.એમ.છાસિયા ની ટંકારા પોલીસ સ્ટેશનમાં, લીવ રિઝર્વ માં રહેલા પીઆઇ આર.સી. ગોહિલની માળિયા પોલીસ સ્ટેશનમાં તથા લીવ રીઝર્વમાં રહેલ એસ.કે. ચારેલ ની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે

ત્રણ પીએસઆઈની બદલી
મોરબી જિલ્લામાં એલસીબીના પીએસઆઈ બી.ડી.ભટ્ટ, એસઓજીના પીએસઆઈ એમ.એસ.અંસારી અને એ ડિવિઝનના પીએસઆઈ જે.સી.ગોહિલને હાલમાં એસપી દ્વારા SITની વધારાની કામગીરી સોંપવામાં આવી છે. અત્રે ઉલેખનીય છે કે, મોરબીના ઉદ્યોગકારોના ફસાયેલા નાણાં પરત લાવવા માટે મોરબી જીલ્લામાં સીટની રચના કરવામાં આવેલ છે.






Latest News