મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

માળિયા (મી) તાલુકાનાં સરવડ ગામે પીએચસીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


SHARE







માળિયા (મી) તાલુકાનાં સરવડ ગામે પીએચસીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મોરબીના ડીડીઓ જે.એસ.પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પવનકુમાર શ્રીવાસ્તવનાં માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી માળીયા, GMERS મેડિકલ કોલેજ મોરબી તથા પીએચસી સરવડના સહયોગથી સરવડમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પને ગામના સરપંચ નવનીતભાઈ, ભાજપના આગેવાન મણીલાલ સરડવા અને જિલ્લા આરસીએચ અધિકારી ડો. સંજય શાહ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ગામના 46 લોકોએ રક્તદાન કર્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં જિલ્લા આઈઇસી ઓફિસર સંઘાણીભાઈ, ડો.અક્ષય સુરાણી, મેડિકલ ઓફિસર, પીએચસી તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ પરમાર તેમજ પીએચસી સરવડના પંકજભાઈ પીઠડીયા તેમજ અન્ય આરોગ્ય સ્ટાફે જહેમત ઉઠાવી હતી.






Latest News