મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના બોરીયાપાટી વિસ્તારમાં બંધ પડેલ ભૂગર્ભ ગટરનું કામ ચાલુ કરવા અને નિયમાનુસાર કામ કરાવવા સ્થાનિકોની માંગ


SHARE







મોરબીના બોરીયાપાટી વિસ્તારમાં બંધ પડેલ ભૂગર્ભ ગટરનું કામ ચાલુ કરવા અને નિયમાનુસાર કામ કરાવવા સ્થાનિકોની માંગ

મોરબી બોરીયાપાટી વિસ્તારના રહીશો દ્વારા મોરબી મહાનગરપાલિકા કમીશ્નરને લેખીતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.જેમાં તે વિસ્તારમાં ચાલતા ભુગર્ભ ગટરના કામમાં થતી ગેરરીતિ બાબતે રજૂઆત કરવામાં આવેલ છે.

આ વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી મોરબીની આજુબાજુના વાડી વિસ્તારમાં ભુગર્ભ ગટર નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત બોરીયાપાટી વિસ્તારમાં પણ ભુગર્ભ ગટર નાખવાની કામગીરી હાલમાં ચાલુ છે.જેમાં પ્લાન અને વર્ક ઓર્ડર મુજબ કામગીરી ન થતી હોય તેમજ શેરી અંદરની લાઈન ૮ ઈંચની અને મેઈન લાઈન પણ ૮ ઈંચની જ નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હોય જેના વિરોધમાં સથાનીકો દ્વારા મેઈન લાઈન ૨૪ ઈંચની નાખવામાં આવે તેમજ વર્ક ઓર્ડર અને નિયત પ્લાન મુજબ કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

જેના અનુસંધાને અગાઉ પણ લેખીતમાં કલેકટર, મામલતદાર અને ચીફ ઓફિસરને જાણ કરવામાં આવી હતી.પરંતુ આજદિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.અને આજની તારીખે ભુગર્ભ ગટર નાખવાની કામગીરી બંધ હાલતમાં છે.જે અનુસંધાને મોરબી મહાનગરપાલિકાના નવનિયુકત કમિશનરને વધુ એક વખત લેખીત આવેદનપત્ર આપવામાં આવ્યું છે.સ્થાનીકોની માંગણી સંતોષાય તેવી આશા લોકો નવનિયુક્ત કમીશ્નર પાસે રાખી રહ્યા છે અને ભુગર્ભ ગટર નાખવાની કામગીરી ફરીથી ચાલુ થાય તેમજ નિયમાનુસારની કામગીરી થાય તેવી આશા રહેવાસીઓ તંત્ર પાસે રાખી રહ્યા છે.






Latest News