મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના ઇન્દિરાનગર પાસે જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા


SHARE







મોરબીના ઇન્દિરાનગર પાસે જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા

મોરબીના ઇન્દિરાનગર મંગલમ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેની પાસેથી 3870 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઇન્દિરાનગર મંગલમ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્રવીણ સવજીભાઈ રાઠોડ (46), રવિ વેલજીભાઈ સોલંકી (27), મુન્નો સોમાભાઈ સોલંકી (36), મોહન બીજલભાઇ સોલંકી (53) અને લખધીર મુસાભાઇ સોલંકી (55) રહે બધા મંગલમ વિસ્તાર ઇન્દિરાનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી 3870 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ

મોરબીમાં નજરબાગ રોડ સાયન્સ કોલેજ સામે આવેલ વિદ્યાનગર સોસાયટી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 673 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી અજયભાઈ નાગજીભાઈ માલકીયા (29) રહે. વિદ્યાનગર સોસાયટી નજરબાગ રોડ સાયન્સ કોલેજ સામે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News