મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં આધાર કાર્ડના કામ માટે લોકોને લૂંટનારા પોસ્ટમેન સહિતના બે મુખ્ય સૂત્રધાર જેલ હવાલે


SHARE











મોરબીમાં આધાર કાર્ડના કામ માટે લોકોને લૂંટનારા પોસ્ટમેન સહિતના બે મુખ્ય સૂત્રધાર જેલ હવાલે

મોરબીમાં સરકારી કિટનો ખાનગીમાં ઉપયોગ કરીને આધાર કાર્ડની કામગીરી થતી હતી અને ત્યાં જતાં લોકો પાસેથી કામગીરી માટે 300 થી લઈને 5000 રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવતો હતો જે ગુનામાં પોસ્ટ માસ્તર દ્વારા ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરના સંચાલક ની ધરપકડ કરીને તેના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબીના શનાળા રોડે આવેલ પટેલ શોપિંગ સેન્ટર ખાતે ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરમાં આધાર કાર્ડમાં સુધારા વધારા, ફેરફાર કે પછી નવા બનાવવાની કામગીરી કરવામાં આવતી હતી જો કે, અરજદારો પાસેથી સરકારે નક્કી કરેલ ફી મુજબ નહીં પરંતુ 300 થી લઈને 5000 સુધીના રૂપિયા લેવામાં આવતા હતા અને ત્યાં સરકારી કામ માટે જે કીટ ઉપયોગમાં લેવામાં આવતી હતી તે મોરબીના પોસ્ટમેન જયેશભાઈ ગોવિંદભાઈ સરડવાની આઇડી નંબર 70035 વાળી કીટ હોવાનું સામે આવ્યું હતું. ગેરકાયદે સરકારી દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરીને લોકોની સાથે ઠગાઈ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું.

જેથી મોરબીમાં રહેતા પોસ્ટ માસ્તર પરાગ હરસુખલાલ વસંત (37)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરના સંચાલક વિજયભાઈ કેશવજીભાઇ સરડવા અને જયેશભાઇ ગોવિંદભાઈ સરડવાની સામે ફરિયાદ ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે આ ગુનામાં વિજયભાઈ કેશવજીભાઇ સરડવા અને જયેશભાઇ ગોવિંદભાઈ સરડવાની ધરપકડ કરી હતી અને તે બંને આરોપી તા ૭/૧ સુધી રિમાન્ડ ઉપર હતા જે રિમાન્ડ પૂરા થતાં તે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને બંને આરોપીઓને મોરબીની જેલ હવાલે કરવામાં આવેલ છે.

અત્રે ઉલેખનીય છે કે, આ ગુનામાં પોલીસે કુલ મળીને અત્યાર સુધીમાં ચાર આરોપીને પકડ્યા હતા જેમાં વિજયભાઈ કેશવજીભાઇ સરડવા, જયેશભાઇ ગોવિંદભાઈ સરડવા, અને આ સેન્ટરમાં કામ કરતાં કૃપા અજયભાઇ ખરચરિયા અને સંજય પ્રભુભાઈ કંઝરિયાનો સમાવેશ થયા છે.જો કે, આધાર કાર્ડ બનાવવા કે લીંક કરવા માટે જે બાયોમેટ્રીક મશીનપર સફેદ બીબુ ઉપયોગમાં લેવામાં આવી રહ્યું હતું તે કયા બનાવેલ છે તે દિશામાં હજુ પણ તપાસ ચાલી રહી છે.




Latest News