મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીની સરસ્વતી શિશુમંદિરમાં વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે શિબિર યોજાઇ


SHARE









મોરબીની સરસ્વતી શિશુમંદિરમાં વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે શિબિર યોજાઇ

મોરબીમાં શનાળા ગામ પાસે આવેલ શ્રી સરસ્વતી શિશુમંદિર દ્વારા શિક્ષણની સાથે સાથે સંસ્કાર આપવાનું કાર્ય તો થાય જ છે. પરંતુ આજના સમયમાં વિદ્યાર્થીઓને અનુભવવાળા શિક્ષણની આવશ્યકતા છે, ત્યારે શાળામાં આ પ્રકારની શૈક્ષણિક શિબિર દ્વારા અનુભવી જ્ઞાન અપાઈ છે. જેમાં વિદ્યાર્થીઓને બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થાય તે માટે ગણિતની રમતો, આંખના ડોક્ટર, આયુર્વેદિક ડોક્ટર સાથે વિદ્યાર્થીઓનો વાર્તાલાપ, સ્વરક્ષણ માટે લાઠીદાવ, નિયુદ્ધ, સાહસિકતા વધે તે માટે ટ્રેકિંગ, પ્રાકૃતિક ખેતીની મુલાકાત, આર્યસમાજ ટંકારાની મુલાકાત, રેલવેના અનુભવ થાય તે માટે રેલવેમાં મોરબીથી વાંકાનેર સુધી વિદ્યાર્થીઓને મુસાફરી, પાકશાસ્ત્ર, શાખા, ધ્યાન સત્ર, પ્રાતઃ સ્મરણ, જાગો ગ્રાહક જાગો અંતર્ગત ગ્રાહક તરીકે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું સાથે સાથે બાળકોમાં રહેલી વિવિધ ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર દર્શનનામનો પ્રતિભા પ્રસ્તુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતે વિદ્યાર્થીઓના માતા-પિતાનું પૂજન થાય તે અંતર્ગત માતૃ-પિતૃ પૂજનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આ પ્રમાણે અલગ અલગ ધોરણોમાં અલગ-અલગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું.






Latest News