મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં અરજદારોને કમિશ્નર સોમ-ગુરુવારે સાંભળશે


SHARE







મોરબી મહાપાલિકામાં અરજદારોને કમિશ્નર સોમ-ગુરુવારે સાંભળશે

મોરબી મહાપાલિકામાં અસ્તિત્વમાં આવી ગયેલ છે અને એક પછી એક વિકાસ કામ પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના નગરજનોને કોઈ પણ પ્રશ્ન હોય કે સમસ્યા હોય તો તે મહાપાલિકામાં રજૂઆત કરવામાં માટે આવી શકે છે અને તેના માટે કમિશ્નર દ્વારા સોમ અને ગુરુવારને નિશ્ચિત કરવામાં આવેલ છે તે દિવસે અરજદારોને કમિશ્નર દ્વારા સાંભળવામાં આવશે.

મોરબી મહાપાલિકાના નવનિયુક્ત કમિશ્નર  સ્વપ્નિલ ખરે લોકોની સુવિધામાં વધારો થયે તે રીતે એક પછી એક કામ કરી રહ્યા છે ત્યારે લોકોના પ્રશ્નો સાંભળવા માટે તેમણે દર અઠવાડિયે સોમવાર અને ગુરુવારે નિશ્ચિત કરેલ છે અને તે દિવસે બપોરે 3:00 થી 6:00 વાગ્યા સુધી લોકોના પ્રશ્નો સાંભળવામાં આવશે. અને ત્યારે મહાપાલિકાને લગતી જે કોઈ ફરિયાદો મળશે તેનો ત્વરિત નિકાલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે જેથી કરીને લોકો કમિશ્નરને રૂબરૂ મળીને પોતાના પ્રશ્નો રજૂ કરી શકે છે.






Latest News