મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં HMPV વાયરસનો એક પણ પોઝિટિવ કે શંકાસ્પદ કેસ નથી, આરોગ્ય લક્ષી ટીમો તૈયાર: અધિકારી


SHARE







મોરબી જિલ્લામાં HMPV વાયરસનો એક પણ પોઝિટિવ કે શંકાસ્પદ કેસ નથીઆરોગ્ય લક્ષી ટીમો તૈયાર: અધિકારી

ગુજરાતમાં એચએમપીવી વાયરસના પોઝિટિવ કેસ નોંધાયો છે જેથી કરીને ગુજરાત સરકાર એક્ટિવ થઈ ગઈ છે અને તકેદારીના ભાગરૂપે દરેક જિલ્લાની અંદર ડોક્ટરોને સૂચનાઓ આપવામાં આવી રહી છે. ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરી તો મોરબી જિલ્લામાં આવેલ તમામ સરકારી હોસ્પિટલોસામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોની સાથે મીટીંગ કરીને જરૂરી સૂચનાઓ આપી છે અને હાલમાં મોરબી જિલ્લામાં કોઈ પોઝિટિવ કેસ કે શંકાસ્પદ કેસ પણ નથી પરંતુ કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો તેના માટે મોરબી જિલ્લાનો આરોગ્ય વિભાગ એલર્ટ છે તેવું અધિકારીએ જણાવે છે

કોરોના કાળ વખતે દર્દીઓને સમયસર સારવાર મળે તે માટે થઈને સરકારી હોસ્પિટલોમાં ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા તેવી જ રીતે હાલમાં એચએમપીવી વાયરસને લઈને સમગ્ર ગુજરાત અને ભારત દેશની અંદર લોકોમાં ચિંતા જોવા મળી રહી છે ત્યારે આરોગ્ય વિભાગ પણ એક્ટિવ થઈ ગયેલ છે મોરબી જિલ્લા સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો. પ્રિદપ દુધરેજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં મોરબી જિલ્લાની અંદર એચએમપીવી વાયરસનો એક પણ શંકાસ્પદ કે પોઝિટિવ કેસ નથી તેમ છતાં પણ જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોની મીટીંગ કરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યુ હતું કેઆવતીકાલે મોરબી જિલ્લામાં આવેલ સરકારી હોસ્પિટલના ડોક્ટરોની સાથે મીટીંગ કરીને તકેદારી રાખવા માટેની જરૂરી સૂચનાઓ આપવામાં આવશે ખાસ કરીને આ વાઇરસ નાના બાળકોમાં તથા શ્વાસની તકલીફ હોય તેવા લોકોને વધુ અસર કરે તેવી શક્યતા છે જેથી કરીને આ બાબતને ધ્યાનમાં રાખીને કોઈ પણ વ્યક્તિને શંકાસ્પદ લક્ષણ જણાય તો પણ તેની તાત્કાલિક સારવાર થાય તે માટેની તૈયારીઓ કરવામાં આવી છે અને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજનની વ્યવસ્થા સહિતની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને કોઈપણ પરિસ્થિતિ ઉભી થાય તો તેની સામે લડી લેવા માટે તેને મોરબીનો આરોગ્ય વિભાગ તૈયાર છે

આવી જ રીતે મોરબી જિલ્લાના આરોગ્ય અધિકારી પી.કે.શ્રીવાસ્તવ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના સરકારી દવાખાનાઓમાં ફરજ બજાવતા ડોક્ટરોને તેમજ ફિલ્ડમાં કામ કરવા માટે જતા આરોગ્ય વિભાગના અધિકારી અને કર્મચારીઓને ખાસ સુચના આપવામાં આવેલ છે કેએચએમપીવી વાયરસને લઈને જે પ્રકારના લક્ષણો જાહેર કરવામાં આવ્યા છે તે પ્રકારનો કોઈપણ કેસ કોઈપણ જગ્યાએ જોવા મળે તો તેમાં જરા પણ બેદરકારી ન રાખવી અને તાત્કાલિક તે દર્દીને નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે પહોંચાડવા અને દરેક વિસ્તારની અંદર આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી કરવામાં આવે છે તેના માટે પણ ખાસ સુચનાઓ આપવામાં આવેલ છે






Latest News