મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી નજીક ઓરડીમાંથી દારૂની 8 બોટલ-78 બીયર સાથે એકની ધરપકડ


SHARE











મોરબી નજીક ઓરડીમાંથી દારૂની 8 બોટલ-78 બીયર સાથે એકની ધરપકડ

મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ ઘનશ્યામ ચેમ્બર પાછળ પ્રગતિ એન્જિનિયરિંગમાં આવેલ ઓરડીમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની આઠ બોટલ તથા 78 બિયરના ટીમળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કુલ મળીને 19,098 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ઘનશ્યામ ચેમ્બર પાછળ પ્રગતિ એન્જિનિયરિંગમાં આવેલ ઓરડીમાં રહેતા દ્રવિડગીરી મેઘનાથીની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની આઠ બોટલો અને બિયરના 78 ટીમળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 19,098 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી દ્રવિડગીરી ઉર્ફે રવિ રાજેશગીરી મેઘનાથી (22) રહે. હાલ લધીરપુર રોડ ઘનશ્યામ ચેમ્બર પ્રગતિ એન્જિનિયરિંગની ઓરડીમાં મોરબી મૂળ રહે. પંડવા તાલુકો વેરાવળ જીલ્લો ગીર સોમનાથ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂ બિયરનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસ આગળની તપાસ હાથ ધરી છે






Latest News