મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

હળવદના સુસવાવ ગામના પાટીયા પાસે ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટ લેતા ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં


SHARE











હળવદના સુસવાવ ગામના પાટીયા પાસે ડબલ સવારી બાઇકને કાર ચાલકે ડફેટ લેતા ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં

હળવદ માળીયા હાઇવે રોડ ઉપર આવેલ સુસવાવ ગામના પાટીયા પાસે ડબલ સવારી બાઇકને કાર ચાલકે ડફેટ લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા બંને વ્યક્તિઓને ઇજા થયેલ હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતા બાબુભાઈ મૂળજીભાઈ રાઠોડ (46)એ બોલેરો ગાડી નં. જીજે 6 પીસી 4226 ના ચાલક સામે હળવદ તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, સુસવાવ ગામના પાટીયા પાસે હાઇવે રોડ ઉપરથી તેઓ બાઈક નં. જીજે 1 એફએચ 4967 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકમાં મોહનભાઈ બાબુભાઈ મકવાણા પણ બેઠેલા હતા દરમિયાન કારચાલકે તેઓના બાઇકને સાઈડમાંથી હડફેટે લઈને ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો અને આ બનાવમાં ફરિયાદીને ડાબા પગના ઢીચણના ભાગે ફેક્ર જેવી ઈજા થઈ હતી અને મોહનભાઈ મકવાણાને ડાબા પગની પેનીના ભાગે મુંઢ ઇજા, કપાળ તથા ડાબા ઢીંચણમાં ઇજાઓ થઈ હતી જેથી કરીને તે બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News