મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે ડેમુ ટ્રેન હેઠળ કપાઈ જવાથી 13 વર્ષના બાળકનું મોત


SHARE







મોરબીના રફાળેશ્વર પાસે ડેમુ ટ્રેન હેઠળ કપાઈ જવાથી 13 વર્ષના બાળકનું મોત

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસેથી પસાર થતી રેલ્વે લાઇન પર ડેમુ ટ્રેનની ઝડપે બાળક આવી ગયો હતો જેથી તે બાળકનું શરીર કપાઈ જવાના કારણે તે બાળકનું મોત નીપજ્યું હતું અને આ બનાવની રેલવે પોલીસ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધારાડુંગરી ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે પાનેલી રોડ ઉપર મચ્છોનગરમાં રહેતા પીતાંબરભાઈ મંગાભાઈ ઝાલાનો 13 વર્ષનો દીકરો દર્શન પીતાંબરભાઈ ઝાલા મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર રફાળેશ્વર ગામના તળાવની સામેના ભાગમાંથી પસાર થતી રેલ્વે ઈલેક્ટ્રીક લાઈન પાસે રેલ્વે ટ્રેક ઉપર ડેમુ ટ્રેનની ઝડપે આવી જતા તેનું શરીર કપાઈ ગયું હતું જેથી કરીને તે બાળકનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના આ બનાવની આરપીએફના એએસઆઈ નરેશ ચૌહાણ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બાળક સારવારમાં

વઢવાણ તાલુકાના વાડલાથી વઢવાણ વચ્ચેના રસ્તા ઉપર બાઈકમાંથી મયુર અમૃતભાઈ જાદવ (4) નામનો બાળક પડી ગયો હતો જેથી તેને ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હોવાથી સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

મોરબીમાં સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે બાઈક સ્લીપ થવાની ઘટના બની હતી જે બનાવમાં રામનાથ ગોડ (22) રહે. મૂળ જબલપુર એમપી વાળાને ઇજાઓ હોવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાહેર કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News