મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના નાનીવાવડી ગામે બીમારીથી કંટાળીને વૃદ્ધે ઘરમાં જ અણધાર્યું પગલું ભર્યું


SHARE







મોરબીના નાનીવાવડી ગામે બીમારીથી કંટાળીને વૃદ્ધે ઘરમાં જ અણધાર્યું પગલું ભર્યું

મોરબી તાલુકાના નાનીવાવડી ગામે રહેતા વૃદ્ધને રસની તથા છાતીમાં દુખાવાની બીમારી હતી અને તેની દવા લેવા છતાં પણ બીમારી મતી ન હતી જેથી કરીને કંટાળીને વૃદ્ધે પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નાનીવાવડી ગામે રહેતા પુંજાભાઈ મોતીભાઈ કવાણા (67) નામના વૃદ્ધે પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મૃતકના દીકરા મહેશભાઈ પુંજાભાઈ મકવાણા (36) રહે. નાની વાવડી વાળા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી પ્રમાણે મૃતક પુંજાભાઈ મકવાણાને હરસની તથા છાતીમાં દુખાવાની બીમારી હતી જેની દવા લેવા છતાં બીમારી મટતી ન હતી જેથી કંટાળી જઈને પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબીના ઇન્દિરાનગર ખાતે રહેતા ફિરોજ કરીમભાઈ ભટ્ટી (32) નામનો યુવાન મહેન્દ્રનગર ગામે આવેલ બસ સ્ટેશન પાસેથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે પાછથી ટક્કર મારતા બોલાચાલી અને મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફિરોજ ભટ્ટીને ઇજાઓ થયેલ હોવાથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના રહેતા જયેશભાઈ નેસડિયા (35) નામનો યુવાન ઘરેથી બેંકે જઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે એકટીવા આવતા અકસ્માત થયો હતો અને બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને યુવાનને ઇજા થતાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News