મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં આધાર કાર્ડના કામ માટે 300 થી 5000 સુધી રૂપિયા લેતા હોવાનું અધિકારીના સ્ટિંગ ઓપરેશનમાં ખૂલ્યું


SHARE











મોરબીમાં આધાર કાર્ડના કામ માટે 300 થી 5000 સુધી રૂપિયા લેતા હોવાનું અધિકારીના સ્ટિંગ ઓપરેશનમાં ખૂલ્યું

મોરબીના શનાળા રોડ ઉપર પટેલ શોપિંગ સેન્ટરમાં આવેલ ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટર ખાતે આધાર કાર્ડની કામગીરી થતી હતી અને ત્યાં જતાં લોકો પાસેથી કામગીરી માટે 300 થી લઈને 5000 રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવતો હતો જેથી કરીને પોસ્ટ વિભાગના કર્મચારીની કીટ વાપરતા હોવાનું સામે આવ્યું હોવાથી મોરબીના પોસ્ટ માસ્તર દ્વારા ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરના સંચાલક અને પોસ્ટમેન સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે તેના આધારે પોલીસે બંને આરોપીને ઝડપી લીધેલ છે.

સરકાર દ્વારા આધાર કાર્ડને મહત્વનો સરકારી પુરાવો ગણવામાં આવી રહ્યો છે ત્યારે આધાર કાર્ડમાં કોઈપણ જાતના સુધારા, ફેરફાર કે પછી નવા આધાર કાર્ડ કઢાવવા હોય તો તેના માટે સરકારે ફી નક્કી કરેલ છે જો કે, ખાનગી જગ્યાઓમાં નીકળતા આધાર કાર્ડ માટે થઈને મોટી ફી વસૂલમાં આવતી હોય છે આવું જ મોરબીમાં સામે આવ્યું છે જેમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ પટેલ શોપિંગ સેન્ટર ખાતે ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરના નામની દુકાન આવેલ છે જેમાં આધાર કાર્ડમાં સુધારા વધારા, ફેરફાર કે પછી નવા બનાવવાની કામગીરી કરવામાં આવતી હતી જો કે, અરજદારો પાસેથી સરકારે નક્કી કરેલ ફી મુજબ નહીં પરંતુ 300 થી લઈને 5000 સુધીના રૂપિયા લેવામાં આવતા હતા અને ત્યાં સરકારી કામ માટે જે કીટ ઉપયોગમાં લેવામાં આવતી હતી તે મોરબીના પોસ્ટમેન જયેશભાઈ ગોવિંદભાઈ સરડવાની આઇડી નંબર 70035 વાળી કીટ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને ત્યાંના સંચાલક વિજય સરડવા આધાર કાર્ડની કામગીરી માટે અધિકૃત કરેલ ન હતા તો પણ અન્યની આઈડી કીટનો આધાર કાર્ડના ડેટામાં સુધારા વધારા કરવા માટે તેમજ નવા બનાવવા માટે ઉપયોગ કરતાં હતા અને સરકારી દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરતાં હતા જેથી કરીને આધાર કાર્ડના કામમાં લોકોની સાથે ઠગાઈ કરવામાં આવતી હોવાની મોરબીમાં રહેતા પોસ્ટ માસ્તર પરાગ હરસુખલાલ વસંત (37)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરના સંચાલક વિજયભાઈ સરડવા અને જયેશભાઇ ગોવિંદભાઈ સરડવાની સામે ફરિયાદ ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News