મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં ન્યૂસન્સ પોઈન્ટ-પાર્કિંગ સહિતના મુદાઓને પ્રાધાન્ય આપીને કામ કરાશે: સ્વપ્નિલ ખરે


SHARE







મોરબીમાં ન્યૂસન્સ પોઈન્ટ-પાર્કિંગ સહિતના મુદાઓને પ્રાધાન્ય આપીને કામ કરાશે: સ્વપ્નિલ ખરે

મોરબીના મહાપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનરે આજે સ્વપ્નિલ ખરે એ ચાર્જ સંભાળ્યો હતો ત્યારે મોરબી જિલ્લાના કલેક્ટર તેમજ ધારાસભ્યઓ સહિતના મહાપાલિકા ખાતે હાજર રહ્યા હતા અને તેઓએ કહ્યું હતું કે મોરબીમાં આવતાની સાથે જ ન્યૂસન્સ પોઈન્ટ અને પાર્કિંગ સહિતના મુદા ધ્યાને આવેલ છે તે દિશામાં પહેલા કામ કરવામાં આવશે

મોરબી પાલિકાને સરકારે મહાપાલિકા બનાવેલ છે ત્યારે પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે સ્વપ્નિલ ખરે ને મૂકવામાં આવેલ છે તેઓએ આજે મોરબી મહાપાલિકા કચેરી ખાતે આવીને ચાર્જ સંભાળી લીધેલ છે. ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, કલેક્ટર કે.બી. ઝવેરી સહિતના અધિકારીઓએ અને આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેનું મોરબીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ સ્વપ્નિલ ખરેએ પત્રકારોની સાથે વાત કરતાં કહ્યું હતું કે, તેઓએ અગાઉ રાજકોટ મહાપાલિકામાં કામ કર્યું છે તેના અનુભવનો મોરબીને લાભ મળશે અને શહેરા રોડ રસ્તા, પાણીગટર અને સ્વચ્છતા જેવી પ્રાથમિક સેવાઓનું સ્તર વધારે સારું કરવાની દિશામાં કામ કરવામાં આવશે. આટલું જ નહીં મોરબીમાં આવતાની સાથે રસ્તાની આસપાસમાં ગંદકીફૂટપાથનું લેવલ બરાબર નથી, વાહન પાર્કિંગ અને ન્યૂસન્સ પોઈન્ટ ધ્યાન ઉપર આવેલ છે તે દિશામાં પહેલા કામ કરવામાં આવશે તેની સાથોસાથ મહાપાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેકટરને મૂકવામાં આવેલ છે તેની  સાથે સંકલન કરીને સરકારમાંથી મંજૂર કરવામાં આવેલ અધિકારીઓની જગ્યાની ભરતી તેમજ વર્ગ 3 અને 4 ના સ્ટાફની ભરતી સહિતનું કામ પણ વહેલી તકે કરવામાં આવશે. અને ખાસ કરીને મોરબીના લોકો મહાપાલિકાની કામગીરીમાં સહકાર આપે તેવી તેઓએ અપીલ કરેલ હતી






Latest News