મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે આવેલ સિગ્નેચર વેલનેસ સ્પામાંથી કુટણખાનુ ઝડપાયું: એકની ધરપકડ


SHARE







મોરબીના લાલપર પાસે આવેલ સિગ્નેચર વેલનેસ સ્પામાંથી કુટણખાનુ ઝડપાયું: એકની ધરપકડ

મોરબીની આસપાસના વિસ્તારમાં સ્પાની આડમાં કુટણખાના ચાલતા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે કેમકે પોલીસ દ્વારા વધુ એક સ્પામાં રેડ કરવામાં આવી હતી ત્યારે મોરબીના વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સિગ્નેચર વેલનેસ સ્પામાંથી કુટણખાનુ ઝડપાયું હતું જેથી પોલીસે 5100 ની રોકડ તથા મોબાઈલ મળીને 10,100 નો મુદ્દામાલ કબજે કરીને એક શખ્સની ધરપકડ કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા સ્પામાં અનૈતિક પ્રવૃત્તિઓ થાય છે તેવી માહિતી અગાઉ અનેક વખત સામે આવી છે અને છેલ્લા થોડા દિવસોમાં મોરબી એ અને બી ડિવિઝનની ટીમ દ્વારા લગભગ ત્રણ સ્પામાં રેડ કરી હતી જેમાં કુટણખાના ચાલુ હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન મોરબી તાલુકા પોલીસની હદમાં લાલપર ગામ પાસે મોરબી વાંકાનેર હાઇવે રોડ પાસે આવેલ આદ્યશક્તિ-2 કોમ્પલેક્ષના ત્રીજા માળે સિગ્નેચર વેલનેસ સ્પામાં રેડ કરવામાં આવી હતી ત્યારે આ સ્પામાં બહારથી સ્ત્રીઓને બોલાવીને કુટણખાનું ચલાવતું હોવાનું સામે આવ્યું હતું જેથી 5100 ની રોકડ તથા 5000 રૂપિયાની કિંમત મોબાઈલ આમ કુલ મળીને 10,100 ની કિંમતના મુદ્દામા સાથે આરોપી શાહરૂખ યુનુસભાઈ મુલતાની (32) રહે. ક્રિષ્ના પાર્ક શેરી નં-1 વાવડી રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News