મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના રાપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત


SHARE







મોરબીના રાપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત

મોરબી તાલુકાના રાપર ગામની સીમમાં વાડીએ મજૂરી કામ કરતાં પરિવારની પરિણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રાપર ગામની સીમમાં જગદીશભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા સુખરામભાઇ મસ્વનના પત્ની સંતોકીબેન સુખરામભાઇ મસ્વન (45) કોઈ અગમ્ય કારણોસર વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી ગયા હતા જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને પરિણીતાએ આ પગલું કયા કારણોસર ભર્યું હતું તે દિશામાં આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.પી.જાડેજા ચલાવી રહ્યા છે

દારૂના ગુનામાં આરોપી ઝડપાયો

હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના ગુનામાં આરોપી છેલ્લા 4 વર્ષથી નાસતો ફરતો હતો જેને પકડવા માટે તજવીજ ચાલુ રહી હતી તેવામાં આરોપી મહીપાલસિંહ જવાનસિંહ ચૌહાણ રહે. સાચીર તાલુકો સાંચોર રાજસ્થાન વાળાની પાટણથી ધરપકડ કરીને તેને હળવદ પોલીસ સ્ટેશને લઈ આવીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.






Latest News