મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચાંચાવદરડા નજીક કાર-રીક્ષા વચ્ચે અકસ્માત થતાં એક મહિલાનું મોત: પાંચને ઇજા


SHARE







માળીયા (મી)ના ચાંચાવદરડા નજીક કાર-રીક્ષા વચ્ચે અકસ્માત થતાં એક મહિલાનું મોત: પાંચને ઇજા

માળિયા મીયાણા તાલુકામાં આવતા ચાચાવદરડા ગામેથી માળીયા બાજુ જતા રસ્તે રીક્ષા અને કાર અથડાતા અકસ્માત થયો હતો જેમાં બનાવમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજયું હતું જેથી તેના ડેડબોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવમાં અન્ય પાંચ લોકોને ઇજા થતાં તેને સારવાર માટે મોરબી લાવ્યા હતા જે પૈકીનાં એક મહિલાને વધુ ઇજા હોવાથી તેને રાજકોટ સારવાર માટે લઈ ગયા છે અને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે, આ બનાવ માળીયા તાલુકા પોલીસની હદમાં બનેલ છે જેથી ત્યાં બનાવની જાણ કરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે માળિયા મીયાણા તાલુકામાં આવતા ચાંચાવદરડા ગામેથી માળીયા બાજુ જવાના રસ્તે આવેલ સોહમ કોલ નજીક રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રીક્ષા અને કાર અથડાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં ઘટના સ્થળે ભાવનાબેન સંજયભાઈ વિરડા (42) રહે. સોનગઢ તાલુકો માળીયા મિયાણા વાળાનું મોત નીપજયું હતું. જેથી તેઓના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું તે ઉપરાંત આ અકસ્માત બનાવમાં ધર્મિષ્ઠાબેન યોગેશભાઈ સનારીયા (38)  રહે. રાસંગપર તાલુકો માળીયા મિયાણાને જાઓ પહોંચેલી હોય તેઓને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા તે ઉપરાંત અન્ય ચાર લોકોને ઈજા પહોંચી હતી જેમાં જાનબાઇ સિકંદર ભટ્ટી (26), સાના ઈકબાલભાઈ કટિયા (4), નસીમબેન ઈકબાલભાઈ કટિયા (34) અને ઇરફાન ગફુરભાઈ માલાણી (20) રહે. બધા માળીયા મિયાણા વાળાઓને પણ ઇજાઓ પહોંચતા મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈને આવ્યા હતા જે પૈકીના સાના ઈકબાલભાઈ કટિયા નામની બાળકીને વધુ સારવાર માટે રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવી છે. આ બનાવ સંદર્ભે મોરબી પોલીસ દ્વારા માળિયા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી માળિયા પોલીસ દ્વારા આ બનાવ સંદર્ભે નોંધ કરી આગળની તપાસ શરૂ કરા છે

દવા પી લેતા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના ચરાડવાથી દેવળીયા વાળા રસ્તે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારના કુસુમબેન બચુભાઈ રાઠવા નામની 16 વર્ષની સગીરા ઝેરી દવા પી ગઈ હતી જેથી તેને મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વાડીબોલાચાલી ઝઘડો થયો હતો જે બાબતનું મનમાં દુઃખ લાગી આવતા કુસુમબેન રાઠવાએ આ પગલું ભરી લીધેલ છે જે બાબતે બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને આગળની તપાસ માટે હળવદ પોલીસને બનાવની જાણ કરવામાં આવેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના રહેવાસી જયેશ દેવજીભાઈ મકવાણા નામના યુવાનને મોરબીના ઘૂટું રોડે બાઇક સ્લીપ થવાના બનાવમાં ઇજા થયેલ હતી જેથી અકસ્માત બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવેલ છે.






Latest News