મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતી મહિલાએ પોતાના જ પોતાના હાથે છરીથી ચેકા મારી લેતા સારવારમાં


SHARE







મોરબીમાં રહેતી મહિલાએ પોતાના જ પોતાના હાથે છરીથી ચેકા મારી લેતા સારવારમાં

મોરબીમાં રેલ્વે સ્ટેશન પાસે આવેલ રે બસેરામાં રહેતી મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના હાથ ઉપર છરી વડે છરકા મારી લીધા હતા જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતિ પ્રમાણે મોરબીમાં રેલ્વે સ્ટેશન પાસે આવેલ રેન બસેરામાં રહેતા ભારતીબેન ભરતભાઈ ગોરાળા (22) નામની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના જાતે પોતાના હાથ ઉપર છરી વડે છરકા મારીને ઈજા કરી લીધી હતી જેથી કરીને 108 મારફતે તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી.એ. વાઘડીયા ચલાવી રહ્યા છે

યુવાન સારવારમાં

મોરબીના પાનેલી ગામે રહેતો જયદીપભાઇ નંદલાલભાઈ કંઝારીયા (20) નામનો યુવાન રફાળેશ્વર ગામે પોસ્ટના કામે જતો હતો ત્યારે ત્યાં રસ્તામાં એકટીવા અને બોલેરો વચ્ચે અકસ્માત થયો હતો જેમાં તેને ડાબા પગના ભાગે ઇજા થતાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News