સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

ભારે કરી: મોરબીમાં કારનો દરવાજો બાઇક સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધ દંપતીને માર માર્યો


SHARE











ભારે કરી: મોરબીમાં કારનો દરવાજો બાઇક સાથે અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધ દંપતીને માર માર્યો !

મોરબીમાં આવેલ સાંકડી શેરીમાંથી ડબલ સવારી બાઈકમાં દંપતિ પસાર થઈ રહ્યું હતું ત્યારે કાર ચાલકે પોતાની કારનો દરવાજો ખોલતા બાઈક સાથે તે દરવાજો અથડાયો હતો જેથી અકસ્માત થયો હતો અને ત્યારબાદ કાર ચાલકે બાઈક ઉપર જઈ રહેલા દંપતી સાથે ઝઘડો કરીને ઢિકાપાટુનો માર માર્યો હતો જેથી ઈજા પામેલા વૃદ્ધ દંપતિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે 

મોરબીની નાની બજારમાં રહેતા રાજેશભાઈ અમરશીભાઈ (69) અને તેના પત્ની વર્ષાબેન રાજેશભાઈ (68) બાઈક ઉપર મોરબીમાં આવેલ સાંકડી શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં કાર ચાલકે પોતાની કારનો દરવાજો ખોલ્યો હતો જે બાઈક સાથે અથડાતા અકસ્માત થયો હતો અને અકસ્માત બાદ કાર ચાલકે બાઈક ઉપર જઈ રહેલા દંપતી સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને રાજેશભાઈ તથા તેના પત્નીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ઈજા પામેલા વૃદ્ધ દંપતિને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સિવિલ હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મારામારીના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

સુરેન્દ્રનગર જિલ્લાના કોગામે રહેતા સામત ધનાભાઈ રાઠોડ (37) નામના યુવાનને ધાંગધ્રા રોડ ઉપર ફુલકુ ડેમ પાસે અજાણી કાર સાથે અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી અને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બાઇક સ્લીપ

હળવદમાં રહેતા જશુબેન શંકરભાઈ દલવાડી (55) નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં મહિલાને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પીટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News