મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદના જુના વેગડવાવ પાસે બાઈક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE







હળવદના જુના વેગડવાવ પાસે બાઈક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત

હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામ પાસે વળાંકમાં બાઈક સ્લીપ થવાના કારણે બાઇક લઈને જઈ રહેલા યુવાનને માથા તથા શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતકના ભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના નવા ઇસનપુર ગામે રહેતો વિપુલ ઉર્ફે કાલુ હરખાભાઈ પરમાર (32) નામનો યુવાન પોતાનું બાઈક નંબર જીજે 36 એબી 8154 લઈને હળવદથી ઇસનપુર ગામ તરફ આવી રહ્યો હતો દરમિયાન જુના વેગડવા ગામ પાસે નદીના નજીક આવેલ બંધ પેટ્રોલ પંપ પાસે વળાંકમાં બાઈકને બ્રેક કરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી બાઇક લઈને જઈ રહેલા વિપુલ પરમારને માથા તથા શરીરે ગંભીર ઇજા થયેલ હતો અને તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના ભાઈ હરદીપભાઈ હરખાભાઈ પરમાર (35) રહે. નવા ઇસનપુર વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ત્રણ બોટલ  દારૂ

મોરબીના જેતપર રોડ ઉપર પાવરીયાળી કેનાલ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની કુલ ત્રણ બોટલો મળી આવી હતી જેથી કરીને 1655 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી અસાકભાઇ હાસમભાઇ બાયદાણી (20) રહે. વીસીપરા જીન પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં કિશોર બચુભાઈ કોળી રહે. જેતપર તાલુકો મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય તે બંનેની સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી કરી છે.






Latest News