મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી પાસે કાર ચાલકે એકટીવાને હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધનું મોત


SHARE







મોરબીના નાની વાવડી પાસે કાર ચાલકે એકટીવાને હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધનું મોત

મોરબી તાલુકાના વાવડી ગામ નજીક એકટીવાને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં એકટીવા લઈને જઈ રહેલા વૃદ્ધને માથામાં અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના નાની વાવડી ગામે આવેલ ભક્તિનગર સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઈ કરસનભાઈ સોલંકી (45)એ કાર નંબર જીજે 3 ઇએલ 2796 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે નાની વાવડી ગામ નજીક ભૂમિ ટાવરની સામેના ભાગમાંથી ફરિયાદીના પિતા કરસનભાઈ પ્રગજીભાઈ સોલંકી (86) પોતાનું એકટીવા નંબર જીજે 36 જે 65 10 લઈને ઘરેથી દુકાને જતા હતા દરમિયાન તેમની દુકાન નજીક રોડ ક્રોસ કરતા હતા ત્યારે કાર ચાલકે તેઓના એકટીવાને હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીના પિતાને ગંભીર જાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News