મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

સફળ રેડ: મોરબીમાં ક્રિસ્ટલ સ્પા એન્ડ મસાજ પાર્લરમાં કુટણખાનું ઝડપાયું, ત્રણ આરોપીની ધરપકડ


SHARE











સફળ રેડ: મોરબીમાં ક્રિસ્ટલ સ્પા એન્ડ મસાજ પાર્લરમાં કુટણખાનું ઝડપાયું, ત્રણ આરોપીની ધરપકડ

મોરબી શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ વિશાલ ફર્નિચરની પાછળના ભાગમાં આવેલ સ્પામાં પોલીસે રેડ કરી હતી ત્યારે ત્યાંથી કુટણખાનું ઝડપાયું છે જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી 3500 ની રોકડ અને 55,000 ની કિંમતના બે મોબાઈલ આમ કુલ મળીને 58,500 ની કિંમતના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સની ધરપકડ કરેલ છે

મોરબીની આસપાસના વિસ્તારમાં અનેક જગ્યાએ સ્પા અને મસાજ પાર્લર ચાલી રહ્યા છે અને તેમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેવી ઘટનાઓ અગાઉ મોરબીમાં અનેક વખત સામે આવી ચૂકી છે અને થોડા દિવસો પહેલા જ મોરબી સીટી એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા જુદા જુદા બે સ્થળ ઉપર સ્પામાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં બંને જગ્યા ઉપરથી કુટણખાના ચાલુ હોવાની હકીકતો સામે આવી હતી. દરમિયાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર વિશાલ ફર્નિચરની પાછળના ભાગમાં આવેલ ક્રિસ્ટલ સ્પા એન્ડ મસાજ પાર્લરમાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર બહારથી મહિલાઓને બોલાવીને કુટણખાનું ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસ દ્વારા 3500 ની રોકડ અને 55,000 ની કિંમતના બે મોબાઈલ ફોન અને કુલ મળીને 58,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આ ગુનામાં પોલીસે સ્પામાં નોકરી કરતા ભાવેશ હિંમતભાઈ કાતરીયા (23), ભલા રણછોડભાઈ ભીલ (29) રહે. બંને ક્રિસ્ટલ સ્પા એન્ડ મસાજ પાર્લરમાં મોરબી મૂળ રહે. અમરેલી જિલ્લામ સ્પાના સંચાલક પ્રશાંત કેશુભાઈ કેશુર (25) રહે. ભૂમિ ટાવર વાવડી રોડ મોરબી મૂળ રહે. જામનગર રોડ પુનિત નગર રાજકોટ વાળાની ધરપકડ કરવામાં આવેલ છે.

વરલી જુગાર

મોરબીની રફાળેશ્વર ચોકડી નજીક જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં સ્થાનિક પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા સુનિલ મહાવીરભાઈ રાયા (21) રહે. રફાળેશ્વર મોરબી વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 560 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

વરલી જુગાર

માળિયા તાલુકાના વવાણીયા ગામે તળાવ પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી તેને સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા યાસીન હુસેનભાઈ મોવર (41) રહે. મોવર શેરી માળીયા મીયાણા વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 450 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News