મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા નજીક વોંકળાના પાણીમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત


SHARE







મોરબીના વનાળીયા નજીક વોંકળાના પાણીમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત

મોરબી તાલુકાના વનાળીયા ગામ નજીક ખાખરાળા ગામ તરફ જવાના રસ્તા ઉપર વોંકળાના પાણીમાં ડૂબી જવાના કારણે વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જળવા મળતી માહિતી મુજબ મૂળ દેવગઢ બારિયા તાલુકાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના વનાળિયા ગામે રહેતા અને મજૂરી કામ કરતા રવજીભાઈ ભીખાભાઈ નાયક (60) નામના વૃદ્ધ વનાળીયા ગામથી ખાખરળા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવતા વોકડાના  પાણીમાં કોઈપણ કારણોસર ડૂબી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ મૃતકના મૃતદેહને તેનો દીકરો રમેશ રવજીભાઈ નાયક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે વૃદ્ધને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવહી કરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીમાં મચ્છુ નદીમાં બનાવવામાં આવેલ બેઠા પુલ પાસે કોઈ અજાણી કારના ચાલકે પ્રકાશ ભુરીયા (40) નામના યુવાનને હડફેટે લેતા યુવાનને પગે ઇજા થહોવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News